SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૯) * - -** - * * - *- -- -- - ------ - - -- .- હું માંસ લીધા વિના ખાલી હાથે ગયે તો રાજ મારી ઉપર ગુસ્સે થશે. ત્યારે હવે હું શું કરૂ? એમ વિચાર કરતો ફરતો છતાં કોઈ એક મુવેલો બાળક તેની નજરે પડશે. તેનું માંસ લાવી રાંધીને તેણે રાજાને આપ્યું તેને સારો સ્વાદ લાગ્યાથી, તેની તારીફ કરવા લાગ્યા. આ માંસનો કેવો સારે સ્વાદ છે આખા જન્મમાં પણ કોઈ વખતે આવું માંસ મને મળ્યું નહતું. પછી તે રસોઇને પુછવા લાગ્યો કે, આ કયા પ્રાણીનું માંસ છે? ત્યારે તેણે કહ્યું કે, એ માણસનું માંસ છે. રાજાએ કહ્યું કે આજથી તું દરરોજ આવું માંસ લાવજે જા, તે દિવસથી તે રસોઈઓ નગરમાંથી નાના નાના બાળકોને ચોરીને તથા તેને મારીને તેનું માંસ રાંધીને રાજાને દેવા લાગ્યો. રાજાના હુકમથી તે અન્યાયથી ડરતો નહીં. કેટલાક દિવસ પછી એવા મહા કૃર કર્મની પ્રધાનોને ખબર પડતાંજ જેમ ઘરમાંથી નિકળેલા સર્પને ઝા લીને દુર જઈ નાખીયે, તેમ તેને પકડીને એક ઘોર વનમાં જઈ મુકી આવ્યા. પછી તેના પુત્ર સિંહરથ પિતાના બાપના રાજ્યાસન ઉપર બેઠો. ને સુખ રૂ૫ રાજ્ય ચલાવવા લાગ્યો. સાદાસ રાજા પણ તે વનમાં માંસ ખાતો થકો વિચરવા લાગ્યા. કોUએક સમયે દક્ષિણ દિશા તરફ જતાં એક મુનિને તેણે દીઠા. તેમની પાસે આવીને તેને ધર્મ પુછવા લાગ્યો. તે સાંભળીને એને પશ્ચાતાપ થયો તેથી એ ધર્મના ઉપદેશને યોગ્ય છે, એમ જાણીને જેમાં માંસનો નિષેધ કરે છે એવા જૈન ધર્મનો ઉપદેશ મુનીએ તેણે કરો. તે સાંભળીને સૈદાસ રાજાને ચમત્કાર થયો, પછી તે અતિ આનંદ વડે શ્રાવક થયો. એવા પ્રસંગે એક મહાપુર નામના નગરમાં કોઈ એક અપુત્ર રાજા મરી ગયો. તેવા સમયે સિદાસ ત્યાં ગયો. તેને જોઈને ત્યાંના પ્રધાનેએ પંચ દિવ્ય કરી અભિષેક કરીને ઘોડો, હાથી, છત્ર, ચામર, તથા કળસ, ધારણ કરીને તેને રાજ્ય ઉ. પર બેસાડ્યો. સાદાસ રાજા રાજ્ય કરતો છતાં કેટલાએક દિવસ પછી પતાના એક દુતને પોતાના પુત્ર સિહરથ પાસે મોકલ્યો. તેના પાસેથી કહેવરા વ્યું કે મારી આજ્ઞા માન. સિંહાથે તેને તિરસ્કાર કરીને તેને કહાડી મુ. ક. તે સર્વ વૃત્તાંત તે દુતે સૈદાશ રાજાને આવીને કહ્યા. સૈદાસ પોતાનું સિન્ય તઈયાર કરીને ત્યાંથી નીકળીને સિંહરથની સાથે લડવા સારૂ અયોધ્યા નગરમાં આવ્યો. પછી તે પિતા પુત્રને પરસ્પર યુધ થયો. તેમાં સદાસ રાજા છે. ન જ == = =
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy