SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પુર્ણમેઘ તથા સહસ્ત્રનયનને સંગ, ને એમના રિનું કારણ શું છે? તેમજ સહસનયન વિષે મારી પ્રીતી શા કારણથી થઈ ? તે પા કરીને કહો. ત્યારે શ્રી અજીતનાથ સ્વામી કહે છે – હે રાજાધિરાજ, પુર્વે તું દાનશીલ, રંભક નામને પરિવ્રાજક હતો. તે સમયે શશિ તથા આવળી નામના બે તારા શિથો હતા. આવળી ગુરૂ ભકત હેવાથી તે તને શશિ કરતાં વધારે પ્રિય હતો. તેણે કોઈએક વખતે પોતાની ગાય પૈશા લઈને વેચી. અને શશિ અતિ કઠેર મનને હોવાથી તેણે ચેરીથી આવળીની ગાયને વેચી. એ વાત આવનીએ જાણ્યાથી તે બેઉ વચ્ચે માહા ભયંકર લઢાઈ થઇ. એક બીજાના વાળ તથા ભુજાડંડ પકડીને મુડી મારવા લાગ્યા... યુદ્ધ કરતાં શશિને આવળીએ છ વથી માર્યો. તેને જીવ ઘણુ કાળ સંસારમાં ફરીને પુર્ણમેઘ થયો, આવળી કાળ કરી ગયા પછી તેને જીવ ઘણે કાળસહસ્ત્રનયન થયા, અને રંભક પરિવ્રાજકનો જીવ દાનના યોગે કરી આ તું સગર રાજા થયો. એ પ્રમાણે એમને સબંધ તથા વિર થવાનું કારણ; તેમજ સહસનયન સાથે તાહારી પ્રિતી પુર્વ જન્મની •છે. એવી રીતે. પર્ષદામાં ભાષણ ચાલે છે, એટલામાં ત્યાં બેઠેલા ભીમ નામે રાક્ષનો રાજા જટ દેતે ઊંઠી અતિ પ્રેમ સહિત ઘનવાહનને આલીંગન કરીને તેને કહેવા લાગ્યો કે પૂર્વ જન્મમાં પુષ્કર દ્વીપના ભરતક્ષેત્રમાંના વિતા ચ પર્વત ઉપર કાંચન નામના નગરમાં હું વિદયુઝર નામે રાજા હતા. તે ભવમાં તું મારે અત્યંત પ્રિય પુત્ર હતો. તે માટે હે પુત્ર, હું તને આજ જે તાંજ અતિ આનંદવાન થયો છું. હવેથી આ ભવમાં પણ હું તને પુત્ર ભાવે જાણું છું; માટે માહારૂ સર્વ સૈન્ય, તથા દ્રવ્યાદિક લઈને, સમ ચોરસ સાતમેં યોજન વિસ્તીર્ણ, સર્વ દ્વીપમાં મુકુટમણીરૂપ રાક્ષસ નામના દ્વીપની વચ્ચે વચ્ચે સુમેરૂની પેઠે શોભાયમાન નવ જન ઊંચો, તથા પાંચસેં જન પરિ ધિને ગોળાકારે એક ત્રિકુટ નામને પર્વત છે, તે ઉપર મેં એક સુવર્ણમય લંકા નામની નગરી હમણાજ કરી છે, જે દેવથી પણ ન છતાય અને તેને સેનાને કીલે છે, તેમાં ઘરો પણ તેમનાજ છે, તેમજ તેને તેરણ પણ કનકના બાંધેલાં છે. તસા તેથી છ યોજન દુર પેલા તરફ સવાસો યોજન સમા ચેરસ અતિ દુર્ગમ, તથા મનને પરમ પ્રિય એવી પાતાળ નામની નગરી પણ મેંજ કરી છે. તેને નિર્મળ સ્ફટિક રત્નને કિલ્લા છે, અને જે રમણ્ય ઘરો વડે શોભી રહી છે. તે બેહુ નગરી આજથી મેં તને આપી. હવે માહારૂ આપણું લક્ષ લાવ લઈને તેનું તું રાજ્ય કર. અને ત્યાંનો અધિપતી થા. આ સુરાસુરને પજ્ય તીર્થનાથના દરશન કર્યાનું ફળ તને તત્કાળ પ્રાપ્ત થયું આ જ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy