SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શું કહ્યું? સાક્ષાત અહંત ભગવાનની પ્રતિમાને આ કચરામાં નાંખતાં તુને કાંઈ ભય ન ભાગ્યો? આ કર્મ કરી તારો આત્મા અનેક ભવ ભટકવાનું પાત્ર થશે. એવાં તે સાધવીનાં વાકયો સાંભળીને તેને પશ્ચાતાપ થયો. પછી ત્યાંથી તે પ્રતિમાને કહાડીને તેને નિર્મળ જળથી ઘોઈ સ્વચ્છ કરીને ઘણી પ્રકારે તેની પ્રાર્થના કરતી થકી તેને પ્રથમની જગામાં પધરાવી. તે દિવસથી તેણે સમ્યકત્વપણનો આશ્રય કરીને જૈન ધર્મ અંગીકાર ક. રો. કેટલાએક કાળ પછી મરણ પામીને તે સૌધર્મ નામના દેવલોકમાં દેવી થઈ. કાલેકરી ત્યાંથી ચવીને માહેંદ્ર રાજાની કન્યા આ તારી સખી થઇ. એણે કહ્યા પ્રમાણે પુર્વ જન્મમાં જીન પ્રતિમાની આશાતના કરી તે કર્મનું ફળ આ વખતે ઉદય થયું છે. તે ઘેર કર્મ કરતી વખતે તે એને મદત કરી હતી. તેથી તું પણ એની સાથે દુઃખ દેખે છે. હવે તે કર્મને ભગવે છુટકો છે. તેમાંથી ઘણુ ભગવાઇ રહ્યું છે. ને ડું ભેગવવાનું છે. આજથી તમે જૈન ધર્મને ગ્રહણ કરો. તેથી દરેક ભવમાં શુભ કર્મની પ્રાપ્તી થશે. આ ને આ ભવમાં પણ હવે તમે ચિંતા કરવી નહીં. એ બાઈના મામો આંઈ આવીને એને પિતાને ઘેર લઈ જશે. ત્યાર પછી થોડાક દિવશે એને ૫તિ એને મળશે. એવું ભાષણ કરીને તથા ત્યોને અત ધર્મમાં સ્થાપીને મુની આકાશ માર્ગે જતા રહ્યા. હવે બનાવ એવો બન્યો કે જે ઠેકાણે તે બિચારી અબળા બેઠી હતી તેની સામે એક મોટો સીંહ આવતો તેમણે જોયો. પૂથ્વી ઉપર પુછડુ મા થી જાણે જમીનને ફાડતો હોયની! મુખમાંથી એવા અવાજો કહાડે છે કે તેથી જાણે દશેદિશ ભરાઈ જતી હોયની કોઈ હાથીને મારીને તેનું લોઈ પી આવ્યાથી તેના મુખ ઉપરના લાલ છાંટા હજી ગયા નથી જેના બે નેત્રિો તો જાણે દીપકના તેજને છતી આવ્યા હોયની! દાઢને તો વજકંદની ઉપમા બસ છે. દાંતોને કર્વતની ઉપમા કેમ દેવાય? ગળાના પાછલા ભાગના કેશો તો જાણે અગ્નિને કર્યા હોયની! નખે તો આકળ લોઢાના ગડેલા કહીએ તો ચાલે. હદય તો પથ્થરને પણ લજજા પમાન કરે એવા ભયંકર રૂ. પ્રવાળા હિંસક પ્રાણીને જોઈને શરીરમાં કાંપતી થકી એવી બીની કે જાણે જમીનમાં જ પસતી હાયની. તે વખતને હરણિએ સિંહને દીઠાના વખતની ઉપમા બસ છે. એવા પ્રસંગે ત્યાંની ગુફાનો સ્વામી મણિયુલ નામને - ધર્યું ત્યાં આવીને, તથા એક અષ્ટાપદ નામના પશુનું રૂપ ધારણ કરીને તેણે -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy