SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ * - - * * ** * * ** *** * * * * * ( ૧૮ ). છેતે કહે, ત્યારે મહસિત નમસ્કાર કરીને તેને કહે છે, આજે હું મારૂં મોટું ભાગ્ય સમજું છું કે, મેં તને જેમની તેમ જોઈ ઘણા દિવસથી થએલો જે પવનયન વિયોગ, તે ઘડીકમાં મટીને મોટા આનદ સહિત બેઊનો સમાગમ થશે. જેમ કામદેવ તથા વસંતઋતુને પિતામાં મિત્રભાવ છે, તેમજ પવનજય સાથે મારી મિત્રતા છે, તેણે મને આગળ કહ્યું છે, ને પોતે પાછળથી આ આવ્યો એમ સમજ. ત્યારે અંજના કહેવા લાગી કે, હે પર પુરૂષ તું અમસ્તી મશ્કરી કરીને મને શા સારૂ હેરાન કરે છે ? આ વખત મશ્કરી કરવા યોગીય નથી. પણ એ તારો દોષ નથી, મારા પુર્વ કર્મનો દોષ છે. તેમ ન હોત તે મારો કુલીન પતિ મને મુકત નહી ? વિવાહના દિવસથી આજ બાર વર્ષ થયાં પતિએ મને મુકી દીધી છે, તો પણ હું પાપિણી હજી સુધી જીવું છું, એવાં તેનાં દુઃખદાયક વચનો સાંભળીને પવનજયથી ધીર ન ધરાઇ તેથી મોટી ઝડપ કરીને મહેલી કરે આવ્યો. આંખો માં આંસુ આવ્યાં છે, ને ગદ ગદ કંઠ થયો થકો મોટા આવેશથી બોલવા લાગીયા, હે સી, તું પરમ નિર્દોષ છતાં દોષનો આરોપ કરીને પરણેલા દિવસથી આજ દિવસ સુધી મેં મુખે તારી ઉપેક્ષા કરી. તેનું કારણ કેવળ મારું અજ્ઞાન છે. જે પણ મારા દોષથી તારી આટલી બધી દુર્દશા થઈ તથાપિ આજ મેં તને જીવતી જઈ તે મારું મોટું ભાગ્ય સમજું છું. એહવા મહાપશ્ચાતાપના પોતાના પતિના વાકયે સાંભળીને પલંગ ઉપર હાથ ઝાલીને ઝટ ઉડી. તે જેમ હાથી પોતાના શુડાડંડ વડે લતાનું ગ્રહણ કરે છે, તેમ પવન જયે પોતાની સ્ત્રીને પોતાની ભુજાથી ઝાલી લીધી. પછી પોતાના હાથે કરી તેને સાથે લઈને પલંગ ઉપર બેઠો. ને તેની સાથે મધુર વાણીથી બોલવા લાગી, હે મારી વારી સી, દ્રબુદ્ધિ જે હું, તેણે તું નિરપ્રાધી છતાં તને ઘણું દુ:ખ આપ્યું, તેની મને ક્ષમા કર. એવાં પ્યારનાં વચને સાંભળીને અંજના કહેવા લાગી, હે પ્રાણ પ્રિય પતિ, એમ કહેવું તમને ગીય નથી. એટલું બોલતાં અતિ આનંદમાં આવી થકી ગમે તેમ વર્તવાની ઇચ્છા કરવા લાગ્યાંકી પ્રહસિત તથા વસંતતિલકા એ બેઉ જણ ત્યાંથી જતાં રહ્યાં. પછી તે એકાંત સ્થળમાં પવનજય તથા અંજના યથેચ્છ ક્રીડા કરતાં છતાં રાતના ચાર પ્રહર એક પ્રહરની પેઠે વીત્યા. સવાર થઈ એમ જાણીને પિતાની સ્ત્રી ને પવનજય કહેવા લાગીયો કે, હે કાંતા, હવે હું જય કરવા સારૂ જાઉં છું. આંઈ હું ઘણી વેળા રહેથી મારા માતા પિતાને ખબર પડશે, હું પાછો જ. * * * * * * * * * ** * * - - ** * - - - **** * - ~ ~ - ~~-~
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy