SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮ ] ભ્રાંતિવડે તું શું ખકે છે? અન્ય શબ્દના અર્થ તેને કહ્યું. હે ભાઈ આ એમ થતા નથી. અજ શબ્દના અર્થ ત્રણ વર્ષનું ધાન્ય જેથી બીજા વાન્યની ઉત્પતિ ન થાય તે સમજવો. અને તે આપણા ગુરૂએ પાકી રીતે આપણને સમજાવ્યા છતાં તું કેમ ભુલી ગયા ? ત્યારે પર્વત કેહેવા લાગ્યો કે નારદ, મારા પિતાએ મને અજ શબ્દનો અર્થ ખકરો કહ્યા છે. ને નિઘંટ. માં પણ એમજ કહ્યુ છે. મુખ્ય અને ગાણ હોય છે, ત્યારે મેં કહ્યું કે, હરેક શબ્દની અર્થ કલ્પના તેમાંની ગાણુ અર્થ કલ્પના ગુરૂએ આપણને કહી છે; કેમકે ગુરૂ ધર્મના ઉપદેશ કરનારા છે, અને ભ્રાંતિ ધર્મ સ્વરૂપ છે, તેના વિસ્વાસ તં કરતાં તેથી વિરૂદ્ધ કામ તું શા સારૂં કરે છે? એથી પુન્યને ખ઼દ લે પાપ થનાર છે, એવું સાંભળીને તેણે મારો તિરસ્કાર કરયા, ને કેહેવા લાગ્યા કે તારા કહ્યા પ્રમાણે ગુરૂએ અર્થ કહ્યા નથી. ખકરો તે। મેષ શબ્દ ના અર્થ છે. ગુરૂએ કહેલા શબ્દાર્થને ઉલંઘન કરીને તથા પોતાનો ધર્મ મુકીને અહંકાર વડે મિથ્યા ભાષણ કરતાં તને ઠંડ ભય થતું નથી ? માટે હવે તુ તાહારૂં' મત સ્થાપન કર, ને હુ માહારૂં ચલાવું છું. જેનું સાચું હશે. તે ચાલશે. એમાં જે હારે તેની જીભ કાપી નાંખવી, આપણે બેઉ વચ્ચે સાક્ષી આપણા રવાધ્યાયી વસુ રાજાને કરવો. એવું તેનુ પેાલવુ સાંભળીને મેં કહ્યું કે મારે તે માન્ય છે. કેમકે સાચુ બાલનારામાં અભિમાન ન રાખવો. પછી અમે બેઉ જણ ત્યાંથી ઉઠચા. તે વખતે પર્વત પોતાના ઘરમાં ગયા, ત્યારે તેની માતા તેને કેહેવા લાગી કે હે પુત્ર, તારા ખાપે તે અજ શબ્દના અર્થ ત્રણ વર્ષનું ધાન્ય કહ્યા છે, તે કહેતી વખત ઘરના કામમાં છતાં મ સાંભળ્યું હતું. તે ફૅરવવાને તે અહંકાર વડે જીભ કપાવવાનો પણ કરયા છે તે યોગ્ય નથી. કહ્યું છે કે, “વિચાર ન કરતાં કાર્ય કરનારો પુરૂષ વિપત્તિને પામે છે” ત્યારે પર્વત કેહેવા લાગ્યા કે, મારૂં એ ખાલવું કેવળ અવિચારનુ છે; તે વાત ખરી, પણ હવે એ વચન સત્ય થાય તેવો ઉપાય કર, નીકર મને મા દુ:ખ થશે. પછી તેની માતાએ જાણ્યું કે પુત્રને ઘણી પીડા થશે. તેના નિવારણ કરચા વિના છુટકોજ નહી. કહ્યું છે કે, “પુત્ર સારૂ માતા શુ” ન કરે ? પછી તેની માતા વસુ રાજા પાસે ગઈ. તેના આદર સત્કાર કરીને કહેવા લાગી :—હે માતાજી, આજ મેં સાક્ષાત ક્ષીરદખક ગુરૂનાં દરશન કરચાં, એવા ભાવ તમને જોતાંજ મારા મનમાં આવી ગયે હવે હું તમને શું આપું? ને તમને શાની ઈચ્છા છે? ત્યારે ગુરૂપની
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy