SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) શું તું શા વાસ્તે લજવાય છે? આજથી તું મારો ભાઈ છે. આ શતબાહુ મુનીશ્વર જેવો તારો પિતા છે. તેવોજ મારો સમજું છું. હવે આઇથી જલદી જઈને પિતાનું રાજ્ય નિયર્થપણે કર. બીજી પણ કેટલીએક પૃથ્વિ તને આપું છું, તે લઈને અમે ત્રણેજણાને તું પોતાના ભાઇની પેઠે સમજ. એમ કહીને તેને મુકી દીધો. ત્યારે સહસાસુ તેને કહેવા લાગ્યો કે આ રાજ્ય મને શા સારૂ જોઇએ ? મને આ શરીરનું પણ ખપ નથી. જે વ્રત મારા પિતાએ ગ્રહણ કર્યું છે, તે આ સંસારને નાશ કરનારું છે, તેને આશ્ચય લે એજ કામ આવશે. માટે આજથી મેં પણ એજ માર્ગને ગ્રહણ કરો. જેને મોક્ષની ઈચ્છા છે તેને એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એમ કહી ને પિતાનાં પિતા પાસે તેણે દીક્ષા લીધી. અને પિતાના અજરેદ્ર (અનરણ્ય) નામના મિત્રને પિતે દીક્ષા લીધા વિશે એક ચાકરના મુખે કહાવ્યું. તેણે એ વાત સાંળળીને પિતાના મનને કહેવા લાગ્યો કે, મેં તથા મારા મિત્ર સહંસાએ પ્રથમ સલાહ કરી હતી કે, આપણે બે સાથે દીક્ષા લઈશું, તે પ્ર તિજ્ઞા આજ પુરી કરવી જોઈએ પછી તેણે પોતાના દશરથ નામના પુત્રને રાજ્ય આપીને મુનિ વ્રત ગ્રહણ કર્યું. ત્યાર પછી રાવણ શતબાહુ તથા સહસ્ત્રાંસુને નમસ્કાર કરીને તથા સહમાંશુના પુત્રને ત્યાંના રાજા ઉપર બેસાડી ને પિતે વિમાનમાં બેશી આકાશ માર્ગે ચાલતો થયો. એવે સમે નારદ મુની દોડતો દોડતો રાવણ પાસે આવીને કહેવા લા ગ્યું કે, હે રાજા અન્યાય છે! અન્યાય છે. એવી રીતે પોકાર કરતો થકો રાવણ પાસે આવીને કહેવા લાગ્યો; હે રાજન રાજપુર નામના નગરનો એક મરૂત નામનો મીથ્યાદષ્ટી રા જા છે. તેણે બ્રાહ્મણોના કહેવા ઉપર વિશ્વાસ રાખીને યજ્ઞ કરવા માંડ્યો છે, અને તેમાં હેમવા સારૂ લાવેલા પશુઓને ત્યાં બાંધી છે, તે મોટી બુમો કરવા લાગી. તે સાંભળીને મને દયા આવી તેથી આકાશથી નીચે ઊતરી તે ઠેકાણે જઈને તે રાજા તથા બ્રાહ્મણોને હું પુછવા લાગે કે, આ તમે શું કરે છે? તે વારે મરૂત રાજાએ કહ્યું કે, આ બ્રાહ્મણોએ બતાવેલા યજ્ઞનો મે આરંભ કરે છે, તેમાં દેવતાઓની તૃપ્તિ કરવા સારૂ પશુઓને હેમવા એ યોગીય છે. સ્વર્ગ જવા વાસ્તે એ મોટો ધર્મ કહે છે. તે માટે હું પશુનો યજ્ઞ કરૂ છું. એવું મરૂત રાજાનું કહેવું સાંભળીને મેં તેને કહ્યું કે, હે રા- . જ એ યજ્ઞથી કાંઇ ફળ થતું નથી, ને દેવતાઓ પણ પ્રસન્ન થતા નથી, તે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy