SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ને તેને પાતાલ લંકાનું રાજ્ય કપડામાં આપ્યું. તે સર્વ ખરવિદ્યાધરે માન્ય કરીને પોતાની સ્ત્રી સહિત નિર્વઘનપણે સુખ ભોગવવા લાગ્યો. આ પાતાલ લંકામાંથી આદિત્યરાજના પુત્ર ચાદરને ખર રાજાએ કહાડી મુક્યા પછી તે ચાદર વનમાં જઈ તપ કરીને કાળાંતરે મરણને પામ્યો. તેની અનુરાધા નામની સ્ત્રી ગર્ભિણી છતાં તેની સાથે વનમાં ગઈ હતી. તે કેટલાએક દિવસ પછી જેમ સિંહણી સિંહને જન્મ તેમ નયાદિ ગુણ સહિત વિરાધ નામના પુત્રને જન્મી. તે પાવન અવસ્થામાં આવ્યો છતાં કળાકૈશલ્ય શીખીને પૃથિવી ઉપર નિર્ભયપણે ફરવા લાગ્યો. લંકા નગરીને વિશે રાવણ સુખે રાજ્ય કરે છે એવામાં કોઈએક દીવશે રાવણની સભામાં વાલીરાજાના પ્રાક્રમની વાત નીકળી તે સાંભળીને અતી અભીમાની જે રાવણ તેનાથી સહન ન થઈ તેથી કરી તેણે એક દુત વાલી રાજા પાસે મોકલીને કહેવરાવ્યું તે વારે તે દુત વાલી રાજા પાસે જઈને નમકાર કરીને કહેવા લાગ્યા, હું રાવણનો દુત છું અને તેમને મોકલ્યો છે માટે ઇહાં આવ્યો છું તેને જે માહારી પાસે તમને કહેવરાવ્યું છે તે સાંભળો. અમારા વડીલો કરતી ધવલ રાજાએ શતુના ભયથી રક્ષણ કરીને તમારા વિડીલ શ્રીકાંતને અતી પ્રીતી વડે વાનરદ્વીપના રાજ્ય ઉપર બેસાડ્યા તે દીવસથી બંને પક્ષ વિશે પરમ સ્નેહ થયો છે અને તેજ દીવસથી તમારો તથા અમારે શેવ્ય સેવક ભાવ છે, માટે તું અમારી જેમ બને તેમ શેવા કર, અરથાંત આજ્ઞા માન્ય, એમ કરવું આપણે બંનેને યોગ્ય છે. એવું તે દુતનું બોલવું સાંભળીને વાલી રાજાને ઘણજ કેધ વા તથાપી તે મન માંહી જ રાખીને દુત પ્રતે કહેવા લાગ્યું. હે દુત રાક્ષસ કુભ તથા વાનર કુળનો પરંપરાને સબંધ છે તે વાત ખરી છે ને તે સબંધ હજી ચાલતો છે, દુખ તથા સુખની વખતે એક બીજાને સાજ્ય કરવી તે સ્નેહનું કારણ છે, પણ તેથી સેવ્ય સેવક ભાવ નથી. સેવ્ય સેવક ભાવ રૂપ સબંધ તે, સુધ દેવ ગુરૂ તથા અરિહંત ભગવંત માંહે હોય છે, અને બીજા ઠેકાણે કહેવું તે ફેટનું છે, તથાપી તાહાર સ્વામી રાવણ કોણ જાણે કેવાએ ભરમથી બક્યા કરે છે, માટે હે દુત તું જા અને રાવણને કહે છે કે, વાનર કુળ સેવક અને રાક્ષસ કુળ સેવ્ય એવું સ્વપ્નમાં પણ ન જાણીશ, અને એમ પેટે વિચાર કરીને આપણે પરંપરાને સ્નેહ તડવાને તૈયાર ન થા, છેવટ એમાં તું ફાયદો પામનાર નથી એ રીતે કહેજે, અને તે માને તે ઠીક છે નહીતર તેનું કૃત Iછે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy