SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) તારે મોત આ હું સામે ઉભો છુ તેમ છતાં તું આગળ કેમ જઈ શકીશ? એવું તેનું બોલવું સાંભળી મને અહીં મુકીને તે બેઉ પરસ્પર લડાઈ કરવા લાગ્યા. જેમ વનના હાથીઓ પોતપતામાં લડીને અંતે પ્રાણ ગુમાવે તેમ તે બેઉ મરી ગયા. અને હું આ જંગલમાં ફરતાં ફરતાં કઈ પુન્યગે તડકામાં વૃક્ષની છાયા પડે તમારા આશ્રયે આવી છું. હું મોટા કુલમાં ઉપની છું. માટે આપ મને અંગીકાર કરે. એવી મારી ઇચ્છા છે. કાં છે કે, “મહા પુરૂષો પાસે અર્થી જનોની પ્રાર્થના વ્યર્થ જતી નથી.” એવું તેનું બોલવું સાંભળીને રામે વિચાર કરો કે. આ કોઈ માયાવી નટના જે વો વેશ ધારણ કરનારી કુટનાટક ઉત્પન કરીને અમને ઠગવા સારૂ અહીં આવી છે. એમ જાણીને રામ તથા લક્ષ્મણે એક બીજાની સામે જોયુ. ૫છી રામચંદ્ર તેને કહેવા લાગ્યું કે, મારી સ્ત્રી તો છે. આ લક્ષ્મણને સ્ત્રી નથી, તેની પાસે તું જા. પછી તે લક્ષ્મણની પ્રાર્થના કરવા લાગી. ત્યારે તેણે કહ્યું કે, તું પ્રથમ મારા વડીલ રામની પાસે ગઇ, તેથી તેથી તું પણ અમારે પુજ્ય ઠરી. અંગીકાર કરવાની વાત મારી પાસે બેલ નહી. એવી રીતે બેઉ ઠેકાણે આશા પુરી થઈ નહીં. ત્યારે પિતાના પુત્રને યાદ કરી કોઘમાં આવીને ખરાદિક વિદ્યાધર પાસે ગઈ. તેમની પાસે લક્ષ્મણે પોતાના પુત્રને મારવાને સર્વ વતાંત સંભળાવ્યો. તે સાંભળીને ચાર હજાર વિદ્યાધરો સહિત ખરાદિક ત્યાં આવ્યા. અને જેમ હાથી પર્વતને ઉપદ્રવ કરે, તેમ તે રામને દુઃખ દવા લાગ્યા. ત્યારે લક્ષમણ રામને કહેવા લાગ્યું કે, હું પાસે છતાં તમારે યુદ્ધ કરવાનું કાંઈ કારણ નથી. હું એકલો દુશમનને મારીશ. ત્યારે રામે કહ્યું કે, જા તું એમની સાથે યુદ્ધ કર. જે વખતે સંકટ પડે તે વખતે મને બોલાવવા સારૂ એક મોટો સીંહનાદ કરજે. એવું બોલવું માન્ય કરી. તથા તેની આજ્ઞા લઈને, ધનુષ્ય બાણ સજજ કરી, ગરૂડ જેમ સપદિકોને મારે તે પ્રમાણે લક્ષ્મણે ખરાદિકોને મારવાનો આરંભ કરો. પરસ્પર યુદ્ધ ચાલતાં ચંદ્રખ પિતાના પતિની રક્ષા કરવા સારૂ જલદી રાવણ પાસે જઈને થએલી સર્વ બીના તેને કહેવા લાગી. હે ભાઈ . ઠક વનમાં કઈ રામ લક્ષમણ નામના બે પુરૂષો આવ્યા છે. તેમણે અજા હુથી તારા શબુક ભાણેજને મારી નાખ્યો. એ વાતની ખબર પડતાં જ તારે અનેવી તથા ભાણેજ ન્ય સહિત ત્યાં જઈને લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે. તે ( વનમાં કેટલાક દિવસથી રામ પિતાના નાના ભાઇના બળે. તા પિતાના ]
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy