SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૪) નગરીમાં કહુ તે ચુ છે. તેને વદના છે. માગવા જનારા લોકોને ઘણું દાન આપે છે. દરિંદ્રી લકોની કામના પુ રી કરે છે. એવુ સાંભળીને તે બ્રાહ્મણે માથા ઉપરના લાકડાના ખાજો નીચે પટકયા. તે તે સ્રીને પાસે આવીનમસ્કાર કરીને તેને કેહેવા લાગ્યા. હું સાભાગ્ય વતી એ રામ મારી નજરે કેમ પડે? ત્યારે તેણે કહ્યુ કે, આ નગરી ના ચાર દરવાજા છે. ત્યાં માટા યક્ષ્ા પેહેરા કરે છે. તેથી એ પેસવું અતિ કઠિણ છે. જો તારે માંહેલી કારે જવુ હોય તો હું ક્તિ કર. પુર્વ દિશા તરફ એક દરવાજો છે, તેમાં એક ચત્ય કરીને જો તુ શ્રાવક થઇશ તા તુ એમાં પેશી શકીશ. એમ સાંભળીને તે લાલચુ બ્રાહ્મણ તે દેવાલયમાં ગયા. ત્યાં ચૈત્યની વદના વગેરે કરીને ત્યાંના સાધુ પાશે આવ્યા. તેને નમસ્કાર કરીને તેની પાસેથી ધર્મ સાંભળવા લાગ્યા. સાંભળતાં તેના અંતઃકરણના પરિણામ ક્રચાથી તે શુધ શ્રાવક થયા પછી ત્યાંથી ઉઠીને તે પેાતાને ઘેર ગયા. ત્યાં પોતાની સ્ત્રીને ધર્મ કહીને તેને શ્રાવિકા કરી. તે બ્રાહ્મણ જન્મથી દરિદ્રી હાવાથી રામની પાસેથી દ્રવ્ય લેવા સારૂ તે બેઉ સ્ત્રી પુરૂષ રામપુરી નામની નગરીમાં આવ્યાં. તે ચૈત્યાને તમસ્કાર કરીને રાજગ્રહમાં ગયાં. ત્યાં સીતા, રામ, તથા લક્ષ્મણને જોઇ તે બ્રાહ્મણને પ્રથમની વાત યાદ આવી. તેથી તે ભયને પામ્યા. પછી તે ત્યાંથી નાશી જવાના વિચાર કરવા લાગ્યા. એટલામાં લક્ષ્મણ તેને કહે વા લાગ્યા કે, હે બ્રાહ્મણ તું ખીક નહી રાખ. તને જો દ્રવ્યની ઇચ્છા હોય તા માગી લે, એવું સાંભળીને તે નિર્ભય થયા. મૈં રામને આશીરવાદ દેવા લાગ્યા. એટલામાં તે યક્ષે તેને એક .આસન ઉપર બેસાડયા. ત્યારે રામ તે મૈં પુછે છે કે, હે માહારજ, આપ કયાંથી આવ્યા છે ? બ્રાહ્મણ ખાલ્યા હુ અરૂણ ગામમાં રહું છું. ને મારી અગ્નિહોત્રી બ્રાહ્મણની જ્ઞાતી છે તે શુ તમે નથી જાણતા ? તમે જ્યારે મારે ઘેર આવ્યા હતા. ત્યારે મેં તમને ઘ છુ ખરામ ભાષણ કહ્યુ, તેના દ્વેષ ન રાખતાં તમે પાપાત્ર હોવાથી આજે મને ઉલટો વિષેશ માન દેવા લાગ્યા છે, માટે તમે ધન્ય છે. અને તેની શ્રી સુશમા સીતાની પાસે જઇ બેઠી. તેને પુર્વની વાત સર્વ કહી સંભળાવી ને આશીરવાદ આપ્યા. પછી રામે તેને અગણિત દ્રવ્ય આપીને વિદાય કચી. ત્યાં રામની આાજ્ઞા લઈને પોતાને ઘેર ગયા. કર્મના યોગે તે બ્રાહ્મણને સારૂ જ્ઞાન થએથી ઇચ્છા માફક દાન દઇને એક નદાવત્સ નામના સુી પાસે જઇ દિક્ષા લીધી.
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy