SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ નિહ્નવ अथ चतुर्थवक्तव्यतामाह ચોથા નિહ્નવનું વર્ણન શરૂ કરે છે. वीसा दो वाससया, तइया सिद्धि गयस्स वीरस्स । सामुच्छेइयदिट्ठी, मिहिलापुरीए समुप्पन्ना ॥ २३८९ ॥ = ગાથાર્થ :- જ્યારે ભગવાન શ્રીમહાવીરસ્વામી પ્રભુને નિર્વાણ પામ્યાને (૨૨૦) બસોહ અને વીસ વર્ષો પસાર થયાં ત્યારે મિથિલાપુરી નામની નગરીમાં સામુચ્છેદિક નામની દૃષ્ટિ ઉત્પન્ન થઈ || ૨૩૮૯ ॥ વિશેષાર્થ :- ૫૨માત્મા શ્રી મહાવીર પ્રભુજીને નિર્વાણ પામ્યાને બસોહ અને વીસ વર્ષો (૨૨૦ વર્ષો) પસાર થયાં તે કાળે તે આંતરામાં સામુચ્છેદિક દૃષ્ટિ (ક્ષણિકવાદની દૃષ્ટિ) પ્રગટ થઈ આ ચોથા નિહ્નવ વાદની ઉત્પત્તિ થઈ | ૨૩૮૯ ॥ અવતરણ :- જે રીતે આ ક્ષણિકવાદની દૃષ્ટિ ઉત્પન્ન થઈ તે સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છેमिहिलाए लच्छिघरे महगिरि कोडिन्न आसमित्ते य । नेउणियऽणुप्पवाए, रायगिहे खंडरक्खा य ॥ २३९० ॥ ગાથાર્થ ઃ- મિથિલા નામની નગરીમાં લક્ષ્મીગૃહ નામના ચૈત્યમાં માહિગિર નામના સૂરીશ્વરજીના શિષ્ય કૌડિન્ય નામના મહાત્મા પુરુષ હતા. તેમના શિષ્ય “અશ્વમિત્ર” છે નામ જેમનું એવા મુનિમહારાજ “અનુવાદ” નામનું પૂર્વ ભણતા હતા. તે પૂર્વમાં “નૈપુણિક” નામની વસ્તુનો અભ્યાસ કરતા હતા. ત્યારે આ નિહ્નવ થયા. અને રાજગૃહી નગરીમાં ખંડરક્ષક એવા શ્રાવકોએ તેઓને પ્રતિબોધ્યા. ॥ ૨૩૯૦ ॥ વિશેષાર્થ :- ૫૨માત્મા શ્રીમહાવીર પ્રભુને નિર્વાણ પામ્યાને (૨૨૦) બસોહ અને વીસ વર્ષો પસાર થયાં હતાં ત્યારે મિથિલા નામની નગરીમાં લક્ષ્મીગૃહ એ નામના ચૈત્યમાં આચાર્ય મહારાજ શ્રી આર્યમહાગિરિજીના શિષ્ય કૌડિન્ય નામના મહાત્મા બીરાજમાન હતા. ત્યારે તેમના શિષ્ય “અશ્વમિત્ર” છે નામ જેનું એવા આ મુનિ અનુવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતા હતા. તે પૂર્વમાં નૈપુણિક નામની વસ્તુનો પાઠ કરતા હતા. ત્યારે તે પાઠમાં છિન્નચ્છેદન
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy