SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ અવ્યક્તવાદ નિઠવવાદ તેઓમાં પણ સાધુપણાનો વેશ અને સમાચારીનું પાલન તો દેખાતું જ હતું. તે માટે આપણે સાચુ જાણી શકતા નથી. કે આ શરીરમાં વર્તનારો જીવ સાધુ છે કે દેવ છે? તે માટે પરસ્પર કોઇએ વંદના કરવી નહીં. આમ કહીને કોઇ પરસ્પર વંદના કરતા નથી પરંતુ સંશયવાળા થઇને જ રહે છે. વળી જો વંદના કરીએ તો આર્યાષાઢ મરીને જે દેવ થયેલા તેની જેમ અવિરતિને વંદના થઈ જાય. એક આ દોષ લાગે, અને વળી “આ સાધુઓમાં અમુક જ વ્રતી છે” આમ બોલવામાં મૃષાવાદનો દોષ પણ લાગે આમ બે દોષો લાગુ પડે. માટે વંદન ન કરવું તે જ શ્રેયસ્કર માર્ગ છે. ૫૨૩૫૯॥ અવતરણ : હવે આ પ્રમાણે માનતા સાધુઓને સ્થવિરો તેનો જવાબ કહે છે थेरवयणं जइ परे, संदेहो किं सुरोत्ति साहुत्ति । વે તું ન સંા, જિ લેવો ન લેવો ત્તિ ? ॥ ૨૩૬૦ ॥ तेण कहियं ति व मई देवोऽहं रूवदरिसणाओ य । સાધુત્તિ અહં વહિ, સમાળમિ ા સંા ? ॥ ૨૩૬૨ ॥ देवस्स व किं वयणं, सच्चं ति न साहुरूवधारिस्स । न परोप्परं पि वन्दह, जं जाणन्ता वि जयउ ति ॥ २३६२ ॥ -- ગાથાર્થ :- સ્થવિરપુરુષોએ આ શંકાશીલ સાધુઓને કહ્યું કે જો તમને આ સર્વે સાધુઓમાં શંકા છે કે શું આ સાધુ છે કે નહીં ? તો આવી જ શંકા તે દેવમાં કેમ ન થઈ ? કે તે દેવ છે કે તે દેવ નથી ? ॥ ૨૩૬૦ II હવે કદાચ તમારી મતિ આવી થાય કે તે દેવવડે જ કહેવાયું હતું કે હું દેવ છું. અને તેમાં દેવનું રૂપ દેખાતું હતું. તો આ સાધુઓમાં પણ “હું સાધુ છું” એમ તેઓ કહે જ છે અને શ્રમણપણાનું સ્વરૂપ પણ દેખાય જ છે તો કેમ તમે સ્વીકારતા નથી. ।।૨૩૬૧॥ દેવનું વચન સાચું હોય અને સાધુનું વચન સાચું ન હોય આમ કેમ બને ? કે જેથી તમે પરસ્પર નાના-મોટાને વંદના કરતા નથી. તમે જાણો છો કે “આ મુનિ છે” તો પણ વંદનાદિ વ્યવહાર કરતા નથી. આ કેમ ઉચિત કહેવાય ? આવો ઠપકો સ્થવિરાયાચાર્યે આપ્યો || ૨૩૬૨ || વિવેચના :- આ ત્રણે ગાથાનો ભાવાર્થ પહેલાં ૨૩૫૭મી ગાથાના વિવેચનમાં કહેવાઇ ગયો છે. એટલે ફરીથી વધારે વિસ્તાર કરવા જેવો નથી. II૨૩૬૦ થી-૨૩૬૨॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy