SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ એક પ્રદેશવાદ નિહ્નવવાદ આત્મપ્રદેશોમાં પરિણામ તુલ્ય (સમાન) જ છે. સર્વે પણ આત્મપ્રદેશો સમાન પરિણામવાળા જ છે. માટે સર્વ આત્મપ્રદેશો સમાન પરિણામવાળા હોવાથી તે પ્રથમાદિ અસંખ્ય આત્મપ્રદેશોમાં જો જીવત્વ ન હોય તો કેવળ એકલા અન્તિમ આત્મપ્રદેશમાં જીવત્વ કેમ સંભવી શકે ? માટે તમારી વાત બરાબર નથી. અવતરણ - પરના મતની કલ્પના કરીને તેનો પરિહાર કરતાં જણાવે છે કેअह देसओऽवसेसेसु तो वि किह सव्वहंतिमे जुत्तो । अह तम्मि व जो हेऊ, स एव सेसेसु वि समाणो ॥ २३४१ ॥ ગાથાર્થ - હવે જો અન્તિમ આત્મપ્રદેશ વિના શેષ આત્મપ્રદેશોમાં દેશથી જીવ છે. એમ કહેશો તો અંતિમ એક આત્મપ્રદેશમાં સર્વથા જીવ કેવી રીતે ઘટી શકે ? તેમાં સંપૂર્ણ જીવ માનવો કેમ ઉચિત કહેવાય ? અથવા તો તે અન્તિમ આત્મપ્રદેશમાં જો સંપૂર્ણ જીવ હોય અને તેમાં જે હેતુ છે. તે જ હેતુ શેષ સર્વ આત્મપ્રદેશોમાં પણ સંપૂર્ણ આત્મા છે. એમ માનવામાં સમાન જ છે. // ૨૩૪૧ | વિવેચન - હવે કદાચ કોઈ શિષ્ય આવો બચાવ કરે કે અન્ય આત્મપ્રદેશથી બાકીના શેષ સર્વ આત્મપ્રદેશોમાં પણ આત્મા છે. પણ તે દેશથી જ છે . પરંતુ અન્તિમ આત્મપ્રદેશમાં તે આત્મા સર્વથા છે. આવું કદાચ કોઈ માને તો તે સર્વથા અસિદ્ધ જ છે. અર્થાત્ ખોટું જ છે. ત્યાં ત્ર ૩ત્તરમાદ = તેનો ઉત્તર ગ્રંથકારશ્રી જણાવે છે. જો એક એક આત્મપ્રદેશમાં દેશથી આત્મા છે. આમ માનો જ છો તો અન્તિમ એવા એક આત્મપ્રદેશમાં સર્વથા પરિપૂર્ણ આત્મા આવેલો છે. આમ કેવી રીતે મનાય ? જો અન્તિમ આત્મપ્રદેશમાં જ સંપૂર્ણ આત્મા આવતો હોય તો શેષપ્રદેશોમાં તે દેશથી પણ નથી એમ જ સિદ્ધ થાય. માટે જેમ શેષ પ્રદેશોમાં આત્મા દેશથી છે એમ જો તમે માનો છો તો અન્તિમ એક આત્મપ્રદેશમાં પણ તે આત્મા દેશથી જ છે આમ માનવું જોઈએ. કારણ કે અન્તિમ એક આત્મ પ્રદેશ એ પણ આખા આત્માનો દેશભાગ જ છે. પ્રથમ દ્વિતીય વિગેરે આત્મપ્રદેશોની જેમ અન્તિમ પ્રદેશમાં પણ આ આત્મા દેશથી જ છે. પણ સર્વથા નથી. માટે સર્વથા છે. આ વાત બરાબર નથી. આમ હોવા છતાં પણ જો અન્તિમ એક આત્મપ્રદેશમાં જ આખો આત્મા છે આમ તમે માનતા જ હો. તો ત્યાં તેમ હોવામાં જે હેતુ છે તે હેતુ પ્રથમાદિ સર્વ શેષ પ્રદેશોમાં પણ સમાન જ છે. કારણ કે જેમ અન્તિમ આત્મપ્રદેશ સંખ્યામાં એક છે. ચૈતન્યગુણ વાળો છે તેના સર્વ ધર્મો પ્રથમાદિ શેષ આત્મપ્રદેશોમાં પણ તુલ્ય જ છે. આમ
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy