SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ AVANCO ==== અનંત ઉપકારી પરમાત્મા શ્રી વીતરાગદેવ પોતાના તીર્થંકર નામકર્મના ઉદયથી સર્વજીવોને પ્રીતિના સૌભાગ્યના આદેયના અને યશના કારણ બને છે તો પણ સૂર્યનું તેજ સૌને સુખકારક હોવા છતાં ધુવડ પોતાની પ્રકૃતિ દોષથી જ દિવસે કંઇ જોઇ શકતું નથી. તેની જેમ અભવ્ય તથા ગાઢ મિથ્યાત્વી જીવો પોતાની પ્રકૃતિના દોષે આવા મહાત્મા જીવો પ્રત્યે અને તેમનાં ઉપકારક વચનો પ્રત્યે અણગમાવાળા હોય છે. પરમાત્માની કહેલી વાતને છુપાવનારા અર્થાત તેને નિંદનારા હોય છે જેને જૈનશાસ્ત્રોમાંનિહ્નવ કહેવાય છે. આવા નિર્હાવો પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવંતના શાસનમાં કુલ આઠ (૮) થયા છે તે આઠમાં સાત નિહ્નવ એક વસ્તુને ન માનનારા હોવાથી દેશ નિહ્નવ કહેવાયા છે અને એક નિર્ભવ પરમાતામાની ધણી વાતો ન માનનારા હોવાથી સર્વ નિહ્નવ કહેવાયા છે. આ આઠેની પૂર્વપક્ષ તથા ઉત્તરપક્ષરૂપે સંપૂર્ણ ચર્ચા બહુ જ સ્પષ્ટીકરણ પૂર્વક પરમપૂજય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં ગાથા નંબર ૨૩૦૦ થી ૨૬૦૯માં છે. તેની પૂર્વભૂમિકારૂપે આગલી ૬ ગાથા અને ઉપસંહારરૂપે પાછલી ૧૧ગાથા ઉમેરીને કુલ ૨૨૯૪ ગાથાથી ૨૬૨૦ ગાથા સુધીનો આ નિહ્વવાદ વિસ્તારપૂર્વક અર્થ સમજાવવારૂપે ગુજરાતીભાષામાં તૈયાર કર્યો છે. જે આત્માર્થી જીવોને તથા અભ્યાસરૂચિ જીવોને અવશ્ય ગમશે. તથા વિશિષ્ટ અભ્યાસનું કારણ પણ બનશે. (૧) (૨) (૩) (૪) હવે આપણે એક એક નિહ્નવ સંબંધી પૂર્વભૂમિકા રૂપે અલ્પવાત જાણીએ. શ્રાવસ્તિનગરીમાં લાંબાકાળે કાર્યની ઉત્પત્તિ જમાલિ માનનારા T ઋષભપુર એટલેકે રાજગૃહીનગરી શ્વેતાંબિકાનગરી મિથિલાનગરીમાં સામુછેદિક નિહ્નવ (૫) ઉત્સુકાતીરે બહુરતનિહ્નવ તિષ્યગુપ્ત જીવપ્રાદેશિક દ્રષ્ટિ જીવના અંતિમ પ્રદેશને જ જીવદ્રવ્યમાનનારા અષાઢાભૂતિ આચાર્ય સાધુ આદિને સંદેહાત્મક દ્રષ્ટિથી જોનારા સર્વભાવોને ક્ષણિક અશ્વમિત્રઆચાર્ય ગંગાચાર્યમુનિ દૈક્રિયાવાદ નિહ્નવ માનનારા એક જ સમયમાં બે ક્રિયાઓ સાથે હોય છે એવી માન્યતાવાળા
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy