SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ બહુરતમત નિઠવવાદ પછી અનુક્રમે ૧૪ અને ૧૬ વર્ષે થયા છે. તથા બાકીના બધા જ નિહ્નવો પરમાત્માના નિર્વાણથી તેટલાં તેટલા વર્ષો ગયે છતે થયા છે. (૧) પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયા બાદ ૧૪ વર્ષો ગયે છતે પ્રથમ નિર્ણવ જમાલિ શ્રાવસ્તીનગરીમાં થયા. (૨) પરમાત્માશ્રી મહાવીરપ્રભુને કેવળજ્ઞાન થયા બાદ ૧૬ વર્ષો ગમે છતે આચાર્ય તિષ્યગુપ્ત નામના નિર્ભવ ઋષભપુર (રાજગૃહી)નગરીમાં થયા. (૩) પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા બાદ ૨૧૪ વર્ષો ગયે છતે આષાઢભૂતિ નામના ત્રીજા નિહ્નવ શ્વેતવિકાનગરીમાં થયા. (૪) પરમાત્માશ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા બાદ ૨૨૦ વર્ષો ગયે છતે અશ્વમિત્ર નામના ચોથા નિહ્નવ મિથિલાનગરીમાં થયા. (૫) ૫૨માત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૨૨૮ વર્ષો ગયે છતે આર્યગંગ નામના નિર્ભવ ઉલ્લુકાતીર નામના ગામમાં થયા. (૬) ૫રમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૫૪૪ વર્ષો ગયે છતે રોગુપ્ત નામના નિĀવ અંતરંજિકા નામની નગરીમાં થયા. (૭) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૫૮૪ વર્ષો ગમે છતે ગોઠામાહિલ નામના નિર્ભવ દશપુર નામના ગામમાં થયા. અને (૮) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૬૦૯ વર્ષો ગમે છતે બોટિક (દિગંબર)નામના નિર્ભવ રથવીરપુર નામની નગરમાં થયા. ॥ ૨૩૦૪|૨૩૦૫ || અવતરણ - હવે એક એક નિર્તવનું સવિસ્તરપણે વર્ણન કહેવાય છે. चोद्दस वासाणि तया, जिणेण उप्पाडियस्स नाणस्स । तो बहुरयाण दिट्ठी, सावत्थीए समुप्पन्ना ॥ २३०६ ॥ ગાથાર્થ ઃ- પરમાત્માશ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાને ૧૪ વર્ષો થયાં હતાં ત્યારે બહુરત નામના નિહ્નવની દૃષ્ટિ શ્રાવસ્તી નગરીમાં ઉત્પન્ન થઈ. II૨૩૦૬॥ વિવેચન :- પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયાને પુરેપુરાં ૧૪ વર્ષો પસાર થયાં હતાં ત્યારે જમાલિ થકી “બહુરત” નામનો નિહ્નવવાદ શરૂ થયો. આ નિહ્નવવાદ શ્રાવસ્તી નામની નગરીમાં શરૂ થયો.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy