SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ નિતવવાદ કરાયે છતે અતિશય ગુસ્સામાં આવેલા એવા ગોઠામાહિલ મિથ્યાત્વના ઉદયવાળા થયા. અને સાતમા નિતવ બન્યા.અહીં પ્રશ્ન થાય છે કે બીજા છ નિદ્વવો ક્યા ક્યા થયા? આમ પ્રશ્ન થયે છતે પ્રસંગના વશથી તે સર્વે પણ નિદ્વવોની ઉત્પત્તિ સમજાવાય છે. // ૨૨૯૬l૨૨૯૭ || વિવેચન :- પૂજય આર્યરક્ષિતસૂરિજી મહારાજજીને ઘણા શિષ્યો હતા. તેમાં દુર્બલિકાપુષ્પમિત્ર અને ગોઠામાહિલ મુખ્ય હતા. હવે ગુરુ મહારાજશ્રીની જયારે વૃદ્ધાવસ્થા થઈ ત્યારે પોતાની પાટે કોને નીમવો ? તે વિચારથી ઘીથી ભરેલો તેલથી ભરેલો. અને વાલથી ભરેલો ઘડો એક એક શિષ્યને આપ્યો. તેના દ્વારા શિષ્યોની યોગ્યતાનો તેઓશ્રીએ નિર્ણય કર્યો. તે વખતે ગોઠામાહિલ મુનિ બહુ જ વક્તા હતા તેથી, મથુરાનગરીમાં કોઈ અન્યધર્મી એવા વાદીને વાદમાં જિતવા માટે ગુરુજી વડે જ મોકલાવાયા હતા. તેઓ વાદીને જિતને મથુરાનગરીથી નીકળીને પૂજય ગુરુજી શ્રી આર્યરક્ષિતસૂરિજી જ્યાં હતા ત્યાં આવ્યા. તેઓએ સઘળી હકિકત જાણી. મનમાં વિચાર્યું કે વાચાળ અને વ્યાખ્યાનની વિશિષ્ટ શક્તિધારી એવા મને છોડીને મુંગાતુલ્ય (જને કંઈ જ બોલતાં પણ આવડતું નથી) એવા આ ઋષિને દુર્બલિકા પુષ્પમિત્રને) સૂરિજી વડે આચાર્યપદે સ્થાપિત કરાયા. તે ગુરુજી વડે આ તે કેવું કામ કરાયું ? ગુરુજી વડે આ ઘણું જ અઘટિત કામ કરાયું છે. અયોગ્ય વ્યક્તિને આચાર્યપદે સ્થાપિત કરાયા છે. ઘીના ઘડા આદિની વાર્તા લોકો પાસેથી સાંભળીને અતિશય કદાગ્રહવાળી બુદ્ધિ હોવાથી તીવ્ર ગુસ્સાવાળા ગોષ્ઠામાહિલ થયા. ત્યારે તે ગોઠામાહિલ મિથ્યાત્વના ઉદયવાળા બન્યા. અને કદાગ્રહપૂર્વક પોતાની વાતને જ પ્રસારતા સાતમા નિહ્નવ થયા. ૨૨૯૬/૨૨૯૭ || અવતરણ :- અહીં પ્રશ્ન થાય છે કે આ ગોષ્ઠામાઠિલજી સાતમા નિહ્નવ થયા છે. તેઓની પૂર્વે પ્રથમના છ નિતવો ક્યા ક્યા થયા ? ક્યાં ક્યાં થયા ? ક્યા ક્યા વિષયની માન્યતા ન સ્વીકારવાથી થયા. તે અમને સમજાવો. તે તત્ત્વ સમજાવવા માટે હવે નિતવવાદ લખાય છે. આ એક રીતે પ્રસ્તાવના સમજવી. અથવા બીજી રીતે પણ પ્રસ્તાવના આ પ્રમાણે જાણવી. अहवा चोएइ नयाणुओगनिण्हवणओ कहं गुरवो । न हि निण्हवत्ति, भण्णइ जओ न जंपंति नस्थित्ति ॥ २२९८ ॥ न य मिच्छभावणाए वयंति, जो पुण पयं पि निण्हवइ । मिच्छाभिनिवेसाओ स निण्हवो बहुरयाइव्व ॥ २२९९ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy