SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ દિગમ્બર અવસ્થા નિહ્નવવાદ ગાથાર્થ :- સૂત્રમાં જ જ્ઞાનીઓએ કહ્યું છે કે ત્રણ કારણોને લીધે મુનિઓએ વસ્ત્ર ધારણ કરવું જોઇએ. તે કારણથી વિશિષ્ટ અતિશય વિનાના આત્માએ અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જ જોઇએ | ૨૬૦૨ || - જિનકલ્પને માટે જે જીવો અયોગ્ય છે તેઓએ લજ્જા-જુગુપ્સા અને પરિષદના વિજય માટે અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જોઈએ. અને જુગુપ્સા અથવા હી એટલે લજ્જા અને સંયમ માટે અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જોઇએ. || ૨૬૦૩ // વિવેચન :- ગાથા નંબર ૨૫૫૭)માં ત્રણ કારણોના લીધે મુનિએ વસ્ત્ર ધારણ કરવું જોઇએ (લજ્જા-જુગુપ્સા અને પરિષહ) આ કારણ વિના વસ્ત્ર ધારણ ન કરવું જોઈએ અર્થાતુ નગ્ન જ રહેવું જોઈએ આ પ્રમાણે શિવભૂતિએ ગાથા નં. ૨૫૫૭માં પૂર્વપક્ષ રૂપે દલીલ કરેલી હતી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “ત્રણ કારણોસર વસ્ત્ર ધારણ કરવું જોઇએ” આ પ્રમાણે આગમમાં કહેલું છે આવું કથન કરતા એવા હે શિવભૂતિ! તારા વડે અમારો જ પક્ષ સિદ્ધ કરાયો છે. નગ્નતાને બદલે સવસ્ત્રતા જ સિદ્ધ થઈ. પરંતુ તું શૂન્ય હૃદયવાળો હોવાથી કંઈ જ સમજતો નથી. તે આ પ્રમાણે - હવે અમે પણ કહી શકીએ છીએ કે- “ત્રણ કારણોસર વસ્ત્ર અવશ્ય ધારણ કરવું જોઇએ. કારણ કે સૂત્રમાં પણ આ જ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે તે જ કારણથી અતિશયધારી જે આત્માઓ નથી. તેઓએ તેવા પ્રકારની ધીરજ તથા સંઘયણ બળ આદિ ન હોવાથી આવા સાધુએ પોતાના વ્રતોની રક્ષા માટે અને વ્રતોની વૃદ્ધિ માટે અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જ જોઈએ. કારણ કે જે જે સાધુઓ નિરતિશય છે. એટલે કે એવા વિશિષ્ટ લબ્ધિસંપન્ન નથી. તેના કારણે જિનકલ્પ લેવાને માટે યોગ્ય બળ નથી. તેવા સાધુઓને લજ્જા, જાગુપ્તા અને પરીષહરૂપ ત્રણ કારણને લીધે વસ્ત્ર ધારણ કરવાનાં ત્રણ કારણો જે પૂર્વે કહેલાં હતાં તે કારણે અવશ્ય વસ્ત્ર સંભવે જ છે. તે માટે અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જ જોઈએ. અથવા જુગુપ્સા અને પરીષહ સહન કરવા માટે કદાચ વસ્ત્ર ધારણ ન કરાય તો પણ ફ્રી એટલે લા તથા સંયમ પાલન આ બે કારણોસર તો એટલે કે લજ્જા માટે અને સંયમની રક્ષા નિમિત્તે વિશેષે કરીને અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જ જોઇએ. અન્યથા એટલે કે જો વસ્ત્ર ધારણ કરવામાં ન આવે તો જ્યારે જ્યારે ઘણી જ ઠંડી પડે ત્યારે ત્યારે ઠંડીને દૂર કરવા તાપણું વિગેરે કોઈ કરે તો ઘણા જ અસંયમની આપત્તિ આવે. માટે નિરતિશયવાળા સાધુઓએ અવશ્ય વસ્ત્ર ધારણ કરવું જ જોઈએ //ર૬૦૩ll અવતરણ - હવે આ વાતનો ઉપસંહાર કરવા પૂર્વક વાતને સંપીને ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે :
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy