SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ દિગમ્બર અવસ્થા નિતવવાદ અવતરણ :- જે સાધુ વસનો ઉપભોગ કરે છે. તો વસવાળા હોવાથી અચલક પરીષહના વિજેતા કેમ કહેવાય? કારણ કે સર્વથા વસ્ત્ર ન હોય તો જ અચેલક પરીષહનું વિજેતા પણું ઘટી શકે છે :આવો કોઈ પ્રશ્ન કરે તો તે અયુક્ત જ છે કારણ કે વસ્ત્ર હોય તો પણ, અને વસ્ત્ર ન હોય તો પણ (જે નિર્મોહ દશા હોય તો) અચલકપણું આગમમાં પણ રૂઢ છે અને લોકમાં પણ અચેલકપણું રૂઢ છે. તે સમજાવતાં કહે છે કે : सदसंतचेलगोऽचेलगो य जं लोगसमयसंसिद्धो । तेणा चेला मुणओ संतेहिं जिणा असंतेहिं ॥ २५९८ ॥ ગાથાર્થ - વસ્ત્ર જેને છે તે પણ અચલક, અને વસ્ત્ર જેને નથી તે પણ અચલક, આ પ્રમાણે લોકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે કારણથી મુનિઓ વસ્ત્ર હોવા છતાં અચલક કહેવાય છે. અને જિનેશ્વર ભગવંતો વસ્ત્ર ન હોતે છતે અચેલક કહેવાય છે. ર૫૯૮ || વિશેષાર્થ :- જેને વસ્ત્રો છે તે પણ અચેલક કહેવાય છે અને જેને વસ્ત્રો નથી તે પણ અચેલક કહેવાય છે તે કારણથી વિશિષ્ટ મુનિઓ અને સામાન્ય સાધુઓ વસ્ત્રો હોત છતે ઉપચારથી અચેલક કહેવાય છે અને જિનેશ્વર-તીર્થકર ભગવંતો વસ્ત્ર ન હોતે જીતે મુખ્યવૃત્તિથી પારમાર્થિકપણે અચેલક કહેવાય છે. અહીં અચેલકપણું બે પ્રકારનું છેમુખ્ય અને ઉપચરિત ત્યાં જે આત્માઓમાં મુખ્ય અચલકપણું (એટલે કે નગ્નપણું) સંયમમાં ઉપકારક નથી બનતું આ કારણથી ત્યાં ઔપચારિક અચલકપણું જ લેવાય છે. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીમાં નગ્નપણું ન લેતાં ભભકાવાળાં વસ્ત્રો-રેશમી વસ્ત્રો કે રંગીન વસ્ત્રો કે ભિન્ન ભિન્ન ડિઝાઈનવાળાં વસ્ત્રો રાગવૈષનું કારણ છે. તે માટે તેવાં વસ્ત્રો ન પહેરતાં કેવળ અંગો ઢાંકવા પુરતાં જયાં શ્વેત માત્ર વસ્ત્ર પહેરાય ત્યાં વસ્ત્ર હોવા છતાં પણ બહુ કિંમતી ન હોવાથી અચેલક જ કહેવાય છે જેમ જેની પાસે લાખો-કરોડો રૂપિયા નથી. પણ માત્ર સો-બસોહ જ રૂપીયા છે તે અતિશય અલ્પ હોવાથી નિધન જ કહેવાય છે. તથા ઘડામાં એક-બે ગ્લાસ માત્ર પાણી હોય અને ત્રણ – ચાર માણસો ને પાણી પીવાનું હોય તો પાણી નથી એમ જ કહેવાય છેગામમાં કોઈ રોગના ઉપદ્રવના કારણે ૭૦-૮૦ ટકા પ્રજા બહારગામ ચાલી ગઈ હોય તો ૨-૩૦ ટકા પ્રજા ગામમાં હોવા છતાં પણ આખું ગામ ખાલી થઈ ગયું છે આમ જ કહેવાય છે. તેમ અહીં સમજી લેવું. તથા જિનેશ્વર ભગવંતો સર્વથા વસ્ત્ર રહિત જ હોય છે એટલે તેઓમાં મુખ્ય અચેલક પણું હોય છે તેઓ અતિશયવાળા હોવાથી નગ્ન હોવા છતાં તેમની નગ્નતા લોકોની દષ્ટિમાં આવતી નથી. મેં ૨૫૯૮ |
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy