SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ દિગમ્બર અવસ્થા નિહ્નવવાદ ' અવતરણ - ગાથા નંબર ૨૫૫૯ના ચોથા ચરણમાં જે આમ કહેવામાં આવ્યું છે કે “ રઢિો નં ૪ નિ”િ (જિનકલ્પ કરવાનું કહ્યું છે, એટલે કે જિનેશ્વર પરમાત્માના આચરણ જેવું આચરણ કરવું જોઈએ. આમ ૨૫૫૬માં કહ્યું છે. આમ કદાચ અમને કહેતાંબરોને તમે કહો તો “જિનકલ્પ તીર્થકર ભગવંતોએ જ કહેલો છે. એવું અમે કોણ નથી માનતા? અર્થાત અમે પણ માનીએ જ છીએ કે ભગવંતો અચેલક હતા. અને કરપાત્રી પણ હતા. પરંતુ તે જિનકલ્પ જેવા પુરુષો માટે જે વિધિ પૂર્વક તે મહાત્માઓ વડે તે જિનકલ્પ કહેવાયો છે તે તું સાંભળ! (કોઈના માટે કહેવાયેલું હોય તે સર્વમાં લાગુ ન કરાય). મહાત્માઓએ શું કહ્યું છે ? તે તું સાંભળ :उत्तमधिइसंघयणा, पूव्वविदोऽतिसइणो सयाकालं ।। जिणकप्पिया वि कप्पं कयपरिकम्मा पवज्जंति ॥ २५९१ ॥ तं जइ जिणवयणाओ पवज्जसि, पवज्ज तो स छिनो त्ति । अस्थि त्ति कह पमाणं, कह वुच्छिन्नो त्ति न पमाणं ॥ २५९२ ॥ ગાથાર્થ - જે જીવો ઉત્તમ સંઘયણબળવાળા હોય, પૂર્વધર હોય, સર્વ કાલે અતિશય શક્તિથી સંપન્ન હોય, તપાદિ વડે પોતાના આત્માની તુલના કરનારા હોય તેવા જીવો જ જિનકલ્પ આચરે છે. || ૨૫૯૧ || જો જિનેશ્વર પ્રભુના વચનથી “જિનકલ્પ છે” એમ તું સ્વીકારે છે. તો પછી તે જ જિનેશ્વરપ્રભુના વચનથી “તે જિનકલ્પ હાલ વિચ્છેદ પામ્યો છે.” આ વાત પણ તું સ્વીકાર. “જિનકલ્પ” છે. આ વચન જો તને પ્રમાણ લાગે છે. તો “તે જિનકલ્પ હાલ વર્તમાન કાળે વિચ્છેદ ગયો છે.” આ વચનને પણ તું પ્રમાણ કેમ માનતો નથી? Il૨૫૯૧-૨૫૯૨ || વિવેચન : - ઉત્તમ ધીરજબળવાળા, ઉત્તમસધયણબળવાળા, પૂર્વધર, જાન્યથી પણ કંઈક ન્યૂન નવ પૂર્વના અભ્યાસી, સર્વકાલે નિરૂપમ શક્તિ આદિથી સંપન્ન એવા તથા તપવડે સૂત્રવડે અને સત્ત્વવડે પૂર્વે કહેલી વિધિ પૂર્વક હતપરિકર્મા (એટલે કે લગભગ તજી દીધી છે બધી જ શરીરસેવા જેણે) આવા જીવો જ જિનકલ્પ આચરે છે. ઉપરોક્ત વિશિષ્ટ ભાવો વિનાના જીવો જિનકલ્પ આચરતા નથી. તે કારણથી રચ્યાપુરૂષની તુલ્ય (શેરીમાં રખડતા ફરતા સામાન્ય માણસની તુલ્ય) તમારા જેવા જીવો માટે તીર્થકર ભગવંતો વડે જિનકલ્પની અનુજ્ઞા કરાઈ નથી. તે કારણથી જો તું જિનેશ્વર પ્રભુના વચનથી એટલે કે અરિહંત પરમાત્માના ઉપદેશથી જિનકલ્પને સ્વીકારતો હોય તો “તે જિનકલ્પ વ્યવચ્છેદ પામ્યો છે” આ વાત પણ તું સ્વીકાર. અને જો વ્યવચ્છેદ પામ્યો છે આ વાત તું સ્વીકારતો હોય તો “જિનકલ્પ છે” પણ હાલ તે વિચ્છેદ પામ્યું છે. આ પણ તીર્થંકર પ્રભુનું જ વચન છે તે તને પ્રમાણ છે આમ કેમ કહેવાય ? માટે “જિનકલ્પ છે” આવું જેમ વીતરાગ પ્રભુનું વચન છે.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy