SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ નિવ શિવભૂતિ મુનિ ૨૨૫ છે પરંતુ સર્વથા ઉપકરણ હોય જ નહી એમ કહેલ નથી. તે કારણથી તારા વડે સર્વથા ઉપકરણના ત્યાગવાળો આ નવો જ માર્ગ જે શરૂ કરાય છે તે તીર્થકર ભગવાન અને જિનકલ્પિકોમાં પણ દેખાતો નથી. તે કારણથી તારા વડે ફક્ત નવો જ કોઈ આ માર્ગ શરૂ કરાય છે. જે યથાર્થ નથી. | ૨૫૮૪ / અવતરણ - બીજી રીતે પણ પરમતની (શિવભૂતિના મતની) કલ્પના કરીને ખંડન કરતા ગ્રંથકારશ્રી કહે છે કે : अरहंता जमचेला, तेणाचेलत्तणं जइ मयं ते । तो तव्वयणाउच्चिय, निरतिसओ होहि माऽचेलो ॥ २५८५ ॥ ગાથાર્થ - “અરિહંત ભગવંતો અચેલક હોય છે.” તે કારણથી જે તને અચલકપણું જ માન્ય હોય તો તેમના વચનમાત્રથી બીજી વાત પણ તું સ્વીકાર કર કે જે આત્મા નિરતિશય હોય છે તે અચેલક ન હોય. / ૨૫૮૫ | - વિવેચન :- જે કારણથી અરિહંત એવા તીર્થકર ભગવન્તો અચેલક એટલે કે વસ્ત્ર રહિત નગ્નતાને ધારણ કરનારા હોય છે તે કારણથી જો તું નગ્નત્વને માન્ય રાખતો હોય, કારણ કે જેવું ગુરુનું લિંગ હોય તેવું જ શિષ્યોએ પણ લિંગ રાખવું જોઇએ જેમ બુદ્ધ ભગવાનના શિષ્ય શ્વેતવસવાળા કે નગ્ન હોતા નથી || આવા વચનનો આશ્રય લઇને જો તું નગ્નતાને જ સ્વીકારતો હોય તો તેમના જ વચનોપદેશથી અનગ્નતત્ત્વ પણ સ્વીકાર. કારણ કે તેઓએ જ શાસ્ત્રમાં કહ્યું છે કે જે આત્મા નિરૂપમ ધીરજબળવાળો નથી તથા વિશિષ્ટ સંઘયણ આદિ શક્તિથી રહિત છે તેવો તું અચેલક (નગ્ન) ન થા. આ પ્રમાણે અનુમાન જાણવું. ઉપર કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે જો તું તીર્થંકર પરમાત્માનો શિષ્ય હોવાથી તેમની (નગ્નતા રૂપ) વેષ તને માન્ય છે અને તેથી જ જોરશોરથી નગ્નતાનું જ તું પ્રતિપાદન કરે છે. તો તે જ હેતુથી તેઓશ્રીનો ઉપદેશ પણ તારે પ્રમાણ માનવો જોઇએ કારણ કે ગુરુના ઉપદેશને ઓળંગીને પ્રવર્તતો શિષ્ય ક્યારેય પણ ઇષ્ટ અર્થનો સાધક બનતો નથી. પરમ ગુરુભગવંતનો (એટલે કે તીર્થકર ભગવંતનો) ઉપદેશ આ પ્રમાણે વર્તે છે “નિરુપમ ધીરજબળ અને સંઘયણબળ ઇત્યાદિ અતિશય શક્તિથી રહિત આત્માએ અચેલક ન જ થવું જોઈએ.” તો પછી આટલું ભણેલો અને જાણકાર થઈને “ગુરુજીના ઉપદેશથી બહાર વર્તીને નગ્નતા ધારણ કરવા દ્વારા તારા પોતાના આત્માને શા માટે નિન્દ્રિત કરે છે ?” અમે ઇચ્છીએ છીએ કે તું સાચા માર્ગની ગવેષણા કરનાર થા. ને ૨૫૮૫ છે.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy