SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ દિગમ્બર અવસ્થા નિહ્નવવાદ અશક્તિમાન સાધુ, બાલસાધુ, વૃદ્ધ સાધુ, નવા દીક્ષિત સાધુ ગુરુ ભગવંત, તથા સુધા વિગેરે સહન ન કરી શકે તેવા અશક્તિમંત સાધુ, હોયતો, તેવા સાધુના આહારપાણી લાવવા અને તેને આપવા માટે પાત્ર રાખવાં સાધુ માટે જરૂરી છે. | ૨ // આચાર્ય મહારાજશ્રી માટે, માંદા સાધુની સેવા માટે, મહેમાન રૂપ નવા સાધુ પોતાના ઉપાશ્રયમાં આવ્યા હોય ત્યારે, તથા આહાર-પાણી મળવાં દુર્લભ હોય ત્યારે, ઉતાવળે ઉતાવળે આહાર-પાણી લેવાનાં હોય ત્યારે, તથા રસવાળો પ્રવાહી પદાર્થ ભોજન-પાણી રૂપે લેવાનો હોય ત્યારે, પાત્રની જરૂરિયાત અવશ્ય હોય જ છે. તથા મળ-મૂત્રાદિ પરઠવવાના સ્થાને માત્રની (પરઠવવા લાયક પદાર્થ રાખવા માટેનું એક સાધન) પણ અવશ્ય જરૂરી હોય છે આ વાત પણ સાથે જ સમજી લેવી. II ૨૫૭૮૨૫૭૯ || અવતરણ:- “T યમદ્વિત્ત” સૂત્રમાં અપરિગ્રહ પણે કહેલું છે. આવું જે પૂર્વ(ગાથા ને ૨૫૫૯) માં દિગંબરે કહ્યું હતું ત્યાં ઉત્તર આપતાં ગુરુજી જણાવે છે કે - अपरिग्गहया सुत्तेत्ति जा य मुच्छा परिग्गहोऽभिमओ । सव्वदव्वेसु न सा कायव्वा सुत्तसब्भावो ॥ २५८० ॥ ગાથાર્થ - સૂત્રમાં જે અપરિગ્રહતા કહી છે. તે મૂછને પરિગ્રહ કહેલો છે. તેથી સર્વદ્રવ્યો પ્રત્યે તે મૂછ કરવા જેવી નથી આમ સૂત્રનો ભાવાર્થ છે. II ૨૫૮૦ || વિવેચન :- “વ્યામો પર વેરમ” સર્વ એવા પરિગ્રહથી મારે વિરમણ છે. ઇત્યાદિ સૂત્ર પાઠ વડે સાધુના જીવનમાં જે અપરિગ્રહતા કહેલી છે. આમ છે શિવભૂતિ ! તારા વડે જે દલીલ કરાય છે. ત્યાં પણ મૂછને જ પરિગ્રહતા તીર્થંકર ભગવંતોએ કહેલી છે પરંતુ કોઈ પણ વસ્તુને રાખવી તેવા અન્ય વિષયને પરિગ્રહ કહેલો નથી. તેથી જેમ વસ્ત્રને વિષે મૂછ કરવા જેવી નથી. તેવી જ રીતે શરીર આહાર પુસ્તક આદિ અન્ય સર્વપણ પદાર્થોને વિષે મમતા કરવા જેવી નથી આવો સૂત્રનો પરમાર્થ છે. પરંતુ તારો મનમાન્યો વસનો ત્યાગ તે અપરિગ્રહતા છે આવો અભિપ્રાય મહાપુરુષોનાં સૂત્રોનો નથી. તેથી સૂત્રનો ઊંડો અર્થ નથી જાણ્યો જેણે એવો તું નિરર્થક ખેદ કરે છે. આવો ગ્રંથકારશ્રીનો કહેવાનો આશય છે. તે ૨૫૮૦ || અવતરણ - “ ય 7િ ' ઇત્યાદિ પદવાળી ગાથા (૨૫૫૬)માં તે જે કહ્યું કે જિનેશ્વર ભગવંતો અચેલક (વસ્ત્ર વિનાના) જ હોય છે. ત્યાં પ્રત્યુત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે निरूपमधिइसंघयणा, चउनाणाइसयसत्तसंपण्णा । अच्छिद्द पाणिपत्ता, जिणा जियपरिसहा सव्वे ॥ २५८१ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy