SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ દિગમ્બર અવસ્થા નિર્તવવાદ ૨૧૪ કારણે ભવમાં ભમાડવાનું પણ કારણ છે. આ વાત જગતમાં અતિશય પ્રસિદ્ધ છે. આ ઘણી જાણીતી વાત છે તેથી જો સાધુ વસ્ર-પાત્રાદિનો પરિગ્રહ રાખે તો તે મૂર્છાદિદોષો કેમ ન થાય ? અર્થાત્ થાય જ. તે માટે સાધુએ વસ્ર-પાત્રાદિ પૌદ્ગલિક પદાર્થો ન રાખવાં જોઇએ ? પણ નગ્ન જ રહેવું જોઇએ તથા કરપાત્રી જ બનવું જોઈએ. ઉત્તર ઃ- આ સંસારમાં શયન-પાન-ભોજન-અવસ્થાનમન-વચન અને કાયાની ચેષ્ટા વિગેરે ભાવો અવિરતિ જીવોના (અપ્રશસ્ત અધ્યવસાય વાળા અસંયમી જીવોના આ સર્વે ભાવો) લોકમાં ભયના હેતુઓ કહેવાય છે તે જ શયન-પાનાદિ સર્વે પણ ભાવો પ્રશસ્ત અધ્યવસાયવાળા એવા સાધુસંતોને મોક્ષને માટે જ થાય છે. અસંયમી જીવો ઉપરોક્ત સર્વવસ્તુઓને મોહથી સ્વીકારે છે અને મોહપૂર્વક સેવન કરે છે જ્યારે સાધુસંતો તે જ સર્વ વસ્તુઓને નિર્મોહ ભાવે અને સંયમની રક્ષા અર્થે સેવે છે. પણ મોહથી નહી. માટે જ તે વસ્તુઓ તેઓને મોક્ષ માટે જ થાય છે જો મોહથી વસ્ત્ર-પાત્રાદિ રાખતા હોત તો રેશમી અને ભભકાદાર વસ્રો કેમ ન રાખત ? ગૃહસ્થની જેમ સોના-ચાંદીનાં પાત્રો કેમ ન રાખત ? માટે મોહથી રાખતા નથી. પરંતુ જયણા માટે અને વિકારોને રોકવા માટે વસ્ર-પાત્રાદિ રાખે છે તે માટે મોક્ષનું જ કારણ બને છે પણ મોહનું કારણ બનતા નથી. તે કારણથી મૂલથી ઉચ્છેદ કર્યો છે લોભાદિ કષાયોનો અને ભયમોહનીયાદિ દોષોને જેણે એવા સાધુસંતોને વસ્ર-પાત્રાદિ સ્વીકારવા છતાં પણ સામાન્ય ગૃહસ્થ માણસની જેમ તારો કહેલો ભયનો કે મોહનો કે વિકારોનો કોઈ દોષ લાગતો નથી. II૨૫૭૦-૨૫૭૧૦ અવતરણ :- જો વસ્ત્રાદિ રાખવાં તે ગ્રન્થિ છે. મૂર્છાદિનાં હેતુ હાવાથી કનકાદિની જેમ (સુવર્ણ આદિની જેમ) આ પ્રમાણે અનુમાન કરવા વડે અને હેતુ તથા દેષ્ટાન્ત માત્ર રજી કરવા વડે વસ્ત્રાદિનું ગ્રન્થિ પણું તું સિદ્ધ કરતો હોય તો તો અમે પણ તે હેતુ અને દેષ્ટાન્ત જણાવવા દ્વારા કનકાદિનું અગ્રન્થિપણું પણ સાધી શકીએ છીએ તે આ પ્રમાણેઃ आहारोव्व न गंथो, देहत्थं ति विस घायण ट्ठाए । . कणगं पितहा जुवई, धम्मं ते वासिणी मेत्ति ॥ २५७२ ॥ ગાથાર્થ :- કનક (સુવર્ણ) તથા યુવતિ (પત્ની) મારી (ધર્મ દ્વારા અન્નેવાસી બનેલી) આ બન્ને વસ્તુઓ પણ ગ્રન્થિરૂપ નથી. દેહને ઉપકારી હોવાથી તથા વિષનો ઘાતક હોવાથી, આહારની જેમ આ અનુમાન છે ॥ ૨૫૭૨ ॥ વિવેચન :- જો અનુમાન માત્ર રજુ કરવાથી વસ્ત્ર અને પાત્રને તું પરિગ્રહ તરીકે સિદ્ધ - કરતો હોય તો તેવા અનુમાન માત્રથી તો કંચન અને કામિની પણ અપરિગ્રહ જ છે. આવું
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy