SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ દિગમ્બર અવસ્થા નિહ્નવવાદ અપરિગ્રહવાળા હોવા છતાં પણ) પારકાની સંપત્તિ આદિ ઉપર મૂછ કષાયાદિ દોષો વડે અનંતા એવા કર્મમલને ઉત્પન્ન કરે છે. ર૫૬૬ll ઉપસર્નાદિ આવે ત્યારે જ દેહને ટકાવવા માટે જ વસ્ત્ર-માળા-અનુપાલન તથા આભરણ વિગેરે ધારણ કરવા છતાં પણ કેટલાક મુનિઓ નિસંગ (નિર્મોહી) રહ્યા છતા કેવલજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત કરનારા બને છે || ૨૫૬૭ | વિવેચન :- તિર્યંચો (પશુ-પક્ષીઓ) તથા ભિલ્લ વિગેરે લોકો સામાન્યથી અલ્પ પરિગ્રહવાળા જ હોય છે. તથા ઢેઢ-કોળી-રબારી વિગેરે શેષ મનુષ્યો પણ મહાદરિદ્રતાથી પીડાયેલા, ક્લિષ્ટ મનવાળા, તેવા પ્રકારનો વિશિષ્ટ નથી પરિગ્રહ જેને તેવા મનુષ્યો પણ આત્માનો નિગ્રહ જેણે નથી કર્યો એવા જીવો લોભાદિ કષાયોના સમૂહને પરવશ થયા છતા પોતે દરિદ્ર હોવા છતાં પણ પારકાના વૈભવોને દેખીને તેના ઉપર મૂછ અને કષાયાદિ દોષો સેવીને અનન્ત કર્મલને બાંધનારા બને છે. ઉપર કહેલા જીવો અલ્પ પરિગ્રહવાળા છે. પરંતુ કાષાયિક ચિત્ત વડે ઘણાં ચીકણાં કર્મો બાંધે છે તથા બહુવાર નરકમાં જવાના અતિથિ બને છે પણ તમારા સિદ્ધાન્ત પ્રમાણે તો તેઓ વસ્ત્રાદિ રાખતા નથી એટલે નગ્ન જ હોય છે તે માટે તુરત જ મુક્તિ પ્રાપ્ત કરનારા બની જવા જોઈએ. પરંતુ આમ બનતું નથી. - તથા બીજા કેટલાક મહામુનિઓ કોઈ કોઈ મનુષ્યો વડે ઉપસર્નાદિ આવશે. નગ્ન શરીર જોઈને ઘણાં ઉપસર્ગો કરશે. એવી બુદ્ધિ રાખીને શરીર ઉપર ઢાંકેલાં મહામૂલ્યવાળાં વસ્ત્રો હોય તથા આભરણો-માળા-વિલેપન આદિ હોય તો પણ પરિણામની ધારા સર્વસંગથી મુક્ત છે જેની એવા તથા નિગ્રહવાળો થયો છે આત્મા જેનો એવા તથા જિત્યા છે લોભ આદિ કષાય રૂપી શત્રુઓ જેણે એવા તે મુનિઓ નિર્મળ કેવળજ્ઞાન રૂપ પ્રકાશ પ્રાપ્ત કરીને ભરત મહારાજા આદિની જેમ સિદ્ધિપદને પ્રાપ્ત કરે જ છે. સારાંશ કે વસ્ત્રાદિ વિનાના લગભગ નગ્નપ્રાય દેખાતા ભિલ્લ લોકો અને તિર્યંચો નરકમાં ડુબી જાય છે અને લોકો અમને ઉપસર્ગ કરે તો અમારા કર્મો તુટે એવી બુદ્ધિથી શરીર ઉપર અલંકારાદિની શોભા કરનારા મુનિઓ નિર્લેપ દશાવાળા જ રહે છે તે શરીરની શોભાવાળા હોવા છતાં પણ સંસાર તરે છે. તે કારણથી જેનો આત્મા પોતાને વશ નથી એવા અને ભારે કર્મી આત્માઓનું આ નગ્નપણે મુક્તિ પ્રાપ્તિમાં અકિંચિકર છે. (નિષ્ફળ જ છે.) આમ જાણવું. || ૨૫૬૫-૨૫૬૬-૨૫૬૭ ||
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy