SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ ૨૦૫ અવતરણ - હવે તેની સામે ઉત્તરપલ ગ્રંથકારશ્રી શરૂ કરે છે :गुरुणाऽभिहिओ जड़ जं कसाय हेऊ परिग्गहो सो ते । तो सो देहोच्चिय, ते कसाय उप्पत्तिहेउ त्ति ॥ २५५८ ॥ ગાથાર્થ - ગુરુજી વડે શિવભૂતિને કહેવાયું કે જે જે કષાયનો હેતુ હોય છે. તે તે પરિગ્રહ જ કહેવાય. તો આ શરીર પણ કષાયની ઉત્પત્તિનો હેતુ જ છે. તેથી તેને પણ પરિગ્રહ જ કહેવાશે. | ૨૫૫૮ છે. વિવેચન :- ગુરુજી શ્રી આર્યકૃષ્ણ વડે કહેવાયું કે હે શિવભૂતિ ! જો ખરેખર જે જે કષાયનાં કારણો હોય તે તે સઘળી પણ વસ્તુ તારી દૃષ્ટિએ પરિગ્રહ જ લાગતો હોય તો તે એકાન્તમાર્ગ મુમુક્ષુ જીવોએ છોડી દેવો જોઈએ. કારણ કે પોતાનો જે દેહ છે તે જ પોતાના આત્મામાં કષાયોની ઉત્પત્તિનું કારણ છે. તે માટે શરીર તે પણ પરિગ્રહ જ થશે. અને દીક્ષા લેતાંની સાથે જ તે દેહ ત્યજવા લાયક કહેવાશે. આ પ્રમાણે જે હોય તો અપરિગ્રહી થનારા આત્માને દીક્ષા લેતાંની સાથે જ દેહનો ત્યાગ કરવો પડશે જેથી પરિગ્રહની વાત જ રહેતી નથી. આવો અર્થ થશે. પરંતુ તે બરાબર નથી. | ૨૫૫૮ || અવતરણ - શું કેવળ એકલો દેહ જ પરિગ્રહ કહેવાશે એમ નહીં પણ વ્યાપકપણે સર્વે પણ વસ્તુ કષાય હેતુ હોવાથી પરિગ્રહ જ કહેવાશે. તે વાત સમજાવતાં કહે છે કે - अत्थि व किं किंचि जए, जस्स व तस्स व कसायबीयं जं । वत्थु न होज्ज ?, एवं धम्मो वि तुमे न घेतव्वो ॥ २५५९ ॥ जेण कसायनिमित्तं जिणो वि गोसाल-संगमाइणं । धम्मो धम्मपरा वि य, पडिणीयाणं जिणमयं च ॥ २५६० ॥ ગાથાર્થ - અથવા આ જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે વસ્તુ જેને તેને પણ કષાયનું કારણ ન જ બનતું હોય ? સર્વે પણ વસ્તુઓ કોઈકને તો કષાયનું કારણ બને જ છે. અને આમ વિચારીએ તો ધર્મ પણ કરવા જેવો રહેશે નહીં (કારણ કે તે પણ કોઈકને તો કષાયનું કારણ બને જ છે.) અરે, ખુદ તીર્થંકર ભગવાન પણ ગોશાળાને તથા સંગમ આદિ દેવોને કષાયનું નિમિત્ત બન્યા જ હતા. || ૨૫૫૯ II તેથી તે પણ ત્યજવા લાયક બનશે તથા ધર્મ, ધર્મપરાયણ સાધુસંતો તથા જિનેશ્વર પ્રભુનો મત, આ સર્વે વસ્તુઓ પણ પ્રત્યેનીક આત્માઓને તો કષાયનું નિમિત્ત બને જ છે. તેથી શું તે બધુ ત્યજવા લાયક કહેવાશે ? નહીં જ કહેવાય. તેમ અહીં પણ સમજવું. || ૨૫૬૦ ||
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy