SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ અબદ્ધ કર્મવાદ નિહ્નવવાદ શ્રદ્ધા કરતા નથી. ત્યારે પુષ્પમિત્ર આચાર્ય તે જ ગચ્છમાં રહેલા એવા અન્ય બહુશ્રુત સ્થવિરો પાસે ગોઠામાહિલને લઈ ગયા. ત્યારબાદ સંઘનો સમુદાય ભેગો કરાયો. || ૨૫૪૬ || ચતુર્વિધ શ્રી સંઘ પ્રસ્તુત અર્થ જાણતો હોવા છતાં પણ સર્વ જીવોને વિશ્વાસ ઉત્પન્ન થાય તેટલા માટે જ દેવને બોલાવીને કહ્યું કે તું જિનેશ્વર પ્રભુની પાસે જા. અને આ પ્રશ્ન પૂછી લાવ. તે દેવ જિનેશ્વરપ્રભુ પાસે ગયો અને પાછો આવ્યો, આવ્યા પછી તે શ્રીસંઘને વાત કહે છે :- li૨૫૪૭થા વિવેચન :- આ પ્રમાણે અનેક પ્રકારની યુક્તિઓ વડે સમજાવવા છતાં પણ જયારે આ ગોષ્ઠામાહિલ કંઈ પણ શ્રદ્ધા કરતા નથી. ત્યારે પુષ્પમિત્ર આચાર્ય મહારાજશ્રી વડે ગચ્છમાં રહેલા અન્ય શ્રુતસ્થવિરો પાસે આ ગોઠામાજિલને લઈ જવાયા. ત્યારબાદ તે સંઘમાં જે સ્થવિર મુનિઓ હતા. તેઓ પાસે ગોઠામાહિલને લઈ જવાયા તેઓ વડે કહેવાયું કે આ પુષ્પમિત્ર આચાર્ય જે કહે છે તે બરાબર જ છે આમ તે જ વિષયની પ્રરૂપણા કરાઈ. પૂજય આર્યરક્ષિત સૂરિજી મહારાજ વડે પણ આમ જ કહેવાયું હતું. જરા પણ હીનાધિક આ બાબતમાં નથી. આમ સ્થવિરોએ સમજાવ્યું. ત્યારબાદ ગોઠામાહિલ વડે કહેવાયું કે તમે ઋષિમુનિઓ શું જાણો ? તમને બરાબર ખબર નથી. પારમાર્થિક પણે તો તીર્થંકરભગવંતોએ તેમ કહ્યું છે કે “જેમ હું કહું છું તેમ ત્યારબાદ સ્થવિર પુરુષો વડે કહેવાયું કે તું મિથ્યા અભિમાન ન કર. તથા તીર્થકર પરમાત્માની આશાતના ન કર. તું ખરેખર કંઈ જ જાણતો નથી. ત્યારબાદ તે સર્વની વચ્ચે વિવાદ થયે છતે તે સર્વ સમુદાયવડે સંઘ ભેગો કરાયો. સર્વ સંઘ વડે દેવને બોલાવવા માટે કાયોત્સર્ગ કરાયો ત્યારબાદ ભદ્રિકસ્વભાવવાળો કોઈક દેવ ત્યાં આવ્યો તે દેવ કહેવા લાગ્યો કે શ્રીસંઘ મને આજ્ઞા કરો કે મારે શું કામ કરવાનું છે? ત્યારે શ્રીસંઘે પ્રસ્તુત અર્થ સંઘ પોતે જાણતો હોવા છતાં પણ સર્વજીવોને વિશ્વાસ ઉત્પન્ન થાય તેટલા માટે જ શ્રીસંઘે કહ્યું કે “હે દેવ ! તું મહાવિદેહમાં જઈને તીર્થંકર પરમાત્માને પુછ કે દુર્બલિકાપુષ્પમિત્ર વિગેરે શ્રીસંઘ જે કહે છે તે સાચુ છું કે ગોઇમાહિલ જે કહે છે તે સાચું છે? ત્યારબાદ તે દેવવડે કહેવાયું કે “મહાવિદેહ ક્ષેત્રમાં જઈને પાછા આવવામાં મને ગમનાગમનમાં જે વિપ્નો આવે તેના વિનાશ માટે મારા ઉપર અનુગ્રહ કરીને તમે ત્યાં સુધી કાયોત્સર્ગ કરો.જેથી નિર્વિબે હું મહાવિદેહમાં જઇને પરમાત્માને પુછીને પાછો આવું.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy