SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અબદ્ધ કર્મવાદ નિભવવાદ આ રીતે આ પચ્ચક્ખાણ પરિમિત કાળનું જ થયું ૧૮૬ પરિમાણ સ્વયં પોતે જ સ્વીકાર્યું. કહેવાય. અપરિમાણ રહેતું જ નથી. તથા મારી શક્તિ હોય ત્યાં સુધી મારે પચ્ચક્ખાણ આમ પચ્ચક્ખાણ કરવાથી શક્તિનું કોઈ વિશિષ્ટ માપ ન હોવાથી અપરિમાણ જ થયું આવો અર્થ જો કરાય તો પણ આશંસા દોષ તો તેવોને તેવો જ ઉભો રહે છે. મનમાં આવો ભાવ રહે જ છે કે મારી શક્તિ પુરી થશે ત્યાર પછીના કાળે આ વસ્તુનો હું ઉપભોગ કરીશ. આમ આશંસા તો તેવીને તેવી જ જીવંત જ રહે છે માટે આવા દોષો તમને આવશે. || ૨૫૩૪-૨૫૩૫ || અવતરણ :- “અપરિમાણ” શબ્દનો અર્થ યથાશક્તિ જે કરીએ તો તમને ફક્ત તમારા પક્ષની હાનિ થાય છે એટલો જ દોષ આવે છે એમ નથી. પરંતુ બીજા પણ દોષો આવે છે. તે દોષો ક્યા કયા આવે છે ? આ વાત જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે. जह न वयभंगदोसो, मयस्स तह जीवओ वि सेवाए । वय भंग निब्भयाओ, पच्चक्खाणाणवत्था य ।। २५३६ ॥ एत्तिय मेत्ती सत्तित्ति, नाइयारो न यावि पच्छित्तं । न य सव्वव्वयनियमो, एगेण वि संजयत्तत्ति ।। २५३७ ॥ ગાથાર્થ :- જો શક્તિ માત્ર અર્થ કરીએ તો મર્યા પછી દેવલોકમાં ભોગો ભોગવતાં જેમ દોષ નથી લાગતો તેમ મર્યા પહેલાં જીવતાં જીવતાં કામભોગાદિનું સેવન કરે તો પણ વ્રત ભંગનો દોષ લાગશે નહીં. (૨) વ્રતના ભંગથી આ જીવ નિર્ભય થશે (૩) પચ્ચક્ખાણની કોઈ સીમા જ નહીં રહે “આટલી જ મારી શક્તિ છે.” આવો બચાવ કરીને દોષો સેવશે. ત્યારે કોઈ અતિચાર લાગશે નહીં. (૪) તથા કોઇ પ્રાયશ્ચિત્ત આવશે નહીં. (૫) સર્વ વ્રત પાલવાનો નિયમ રહેશે નહીં. (૬) એક વ્રત માત્ર પાળવાથી પણ સાધુ કહેવાશે. II૨૫૩૬-૨૫૩૭ના વિવેચના :- જો અરમાળ શબ્દનો શક્તિ અર્થ કરવામાં આવે. તો એટલે કે જ્યાં સુધી ત્યાગની મારી શક્તિ હોય ત્યાં સુધી જ મારે આ પચ્ચક્ખાણ છે. આવો અર્થ જો કરવામાં આવે તો નીચે મુજબ ઘણા દોષો આવે છે. જો કાળની મર્યાદા ન કરવામાં આવે અને માત્ર શક્તિ અર્થ જ કરીએ તો આવા દોષો આવે છે. (૧) જેમ અમારા જૈન સાધુઓના મતે યાવજ્જીવનું જ પચ્ચક્ખાણ હોય છે કારણ કે મર્યા પછી કઇ ગતિમાં જશું તે નક્કી નથી. વળી ત્યાં વ્રત પળાય અથવા ન પણ
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy