SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ અબદ્ધ કર્મવાદ નિહ્નવવાદ બીજાં કર્મ ઋષ્ટ હોય છે. અમૂલ ગાથામાં પુરું શબ્દ જો કે છે. પરંતુ તેની સાથે આગળ લખેલા સદ્ધ શબ્દનો અન્વય કરવો) એટલે બીજા પ્રકારનું કર્મ બદ્ધ ધૃષ્ટ હોય છે ત્યાં પ્રથમ વર્ટ થયું એટલે જીવપ્રદેશોની સાથે બંધાયું. અર્થાત્ સંયોગમાત્રને પામ્યું. પાછળથી પૂર્ણ = આત્મપ્રદેશોની સાથે એકમેક કરાયું જે કર્મ આવા પ્રકારનું બદ્ધસ્કૃષ્ટ હોય છે. તે કર્મ ઘણા લાંબા કાળે આત્મપ્રદેશોથી છુટુ પડે છે. ભીના લેપવાળી દિવાલ ઉપર તેલ-ઘી આદિ ચીકણા પદાર્થની સાથેના લોટની જેમ. તેનાથી ત્રીજા ભેદવાળું કર્મ નિકાચિત જાણવું. આ ત્રીજા ભેદમાં પણ બદ્ધ અને સ્કૃષ્ટ શબ્દો જોડી દેવા. તેથી બદ્ધ-સ્કૃષ્ટ અને નિકાચિત એવું જે કર્મ તે ત્રીજો ભેદ જાણવો. ત્યાં જે કર્મ બદ્ધસ્કૃષ્ટ થયું છે. આત્મપ્રદેશો સાથે બંધાયું છે. એકાકાર થયું છે અને અતિશય ગાઢતર અધ્યવસાય વડે બાંધેલું હોવાથી અપવર્તન આદિ કરણો માટે જે અસાધ્ય હોય તેવા કર્મને નિકાચિત કર્મ કહેવાય છે. આવા પ્રકારનું જે કર્મ બદ્ધ-સ્કૃષ્ટ અને નિકાચિત હોય છે. તે કર્મ કાલાન્તરે પણ વિપાકોદયથી અનુભવ્યા વિના પ્રાયઃ વિનાશ પામતું નથી. અત્યન્ત ગાઢતરપણે બંધાયેલું છે માટે. ભીની ભીની બનેલી દિવાલ ઉપર આલિંગિત કીડીઓની હારમાળાની જેમ. આ ત્રણે પ્રકારનો બન્ધ સોયના સમૂહની ઉપમાથી સમજી લેવો દોરી માત્રથી વીંટાયેલી સોયોની ઉપમાવાળું જે કર્મ તે બદ્ધ કર્મ જાણવું. લોખંડના પાટાથી બંધાયેલી સોયોના સમૂહ સરખું જે કર્મ તે બદ્ધ સૃષ્ટ કર્મ જાણવું. અને અગ્નિથી તપાવેલી અને ઘણના ઘાથી કુટી કુટીને એકાકાર કરેલી સોયોના સમૂહ સરખું જે કર્મ તે ત્રીજું બદ્ધ સ્કૃષ્ટ નિકાચિત કર્મ જાણવું. || ૨૫૧૩ उव्वट्टणमुक्केरो, संथोभो खवणमणुभवो वावि । अणिकाइयम्मि कम्मे, णिकाइए पायमणुभवणं ॥ २५१४ ॥ ગાથાર્થ - અપવર્તન, ઉદ્વર્તન, સંક્રમ, ક્ષપણા, અને અનુભવ આ સધળા પણ વ્યવહારો અનિકાચિત કર્મમાં થાય છે. પરંતુ નિકાચિત કર્મમાં તો પ્રાયઃ કેવળ એક અનુભવન જ હોય છે. || ૨૫૧૪ || વિવેચન :- અનિકાચિત કર્મ અને નિકાચિત કર્મ આ બન્નેમાં શું વિશેષતા છે? તે આ ગાળામાં સમજાવે છે. અહીં કર્મના વિષયમાં કુલ આઠ કરણો લાગુ પડે છે. બાંધેલા કર્મોમાં સારા-નરસા અધ્યવસાય પ્રમાણે જે ફેરફારો થાય તેને કરણ કહેવાય છે. ત્યાં કર્મપ્રકૃતિ (કમ્મપડિ) નામના ગ્રંથમાં કુલ ૮ કરણો જણાવ્યાં છે (૧) બંધન (૨) સંક્રમણ (૩) ઉદ્વર્તન (૪)
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy