SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ અબદ્ધ કર્મવાદ નિĀવવાદ તેથી પૂજ્ય આર્યરક્ષિતસૂરિ મહારાજે વિચાર્યું કે આવા વિદ્વાન એવા પણ આ દુર્બાલિકાપુષ્પમિત્રને આ રીતે જો સૂત્રાર્થની વિસ્મૃતિ થાય છે. તો શેષ જીવોને તો વધારે જ દુર્ધર આ સૂત્રાર્થ થશે. બાકીના જીવોને તો બાકીનાં સૂત્રોનો સૂત્રાર્થ અતિશય દુષ્કર થશે. આમ મનમાં વિચારીને પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે દ્રવ્યાનુયોગ-ચરણકરણાનુયોગગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગો પૃથક્ કરીને વ્યવસ્થાપિત કર્યા. નયોના પણ ઘણા ભેદ પ્રભેદો હતા. તે બધા વિભાગોને સંક્ષિપ્ત કર્યા જેમકે ૭ નયના ૭૦૦ ભેદ હતા. તે ૭૦૦ ભેદ. ભંડારીને ૭ ભેદ રાખ્યા. એક કાળે વિહાર કરતા તે આર્યરક્ષિતસૂરિજી મહારાજ મથુરાનગરીમાં પધાર્યા ત્યાં ભૂતગુફા નામના સ્થાનમાં વ્યન્તરગૃહ નામના ઘરમાં ઉતર્યા. બીજી બાજુ શક્રેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં પૂજ્ય શ્રી સીમંધર સ્વામી તીર્થંકર ભગવાનની પાસે નિગોદનું સ્વરૂપ સાંભળીને વિસ્મિત થયો છતો પૂછવા લાગ્યો કે હે ભગવન્ ભરતક્ષેત્રમાં હાલ અતિશય સૂક્ષ્મ એવા આ સૂક્ષ્મનિગોદના સ્વરૂપને કોઈ શું જાણે છે? અને શું કોઈ પ્રરૂપણા કરીને સમજાવી શકે ? તેવા કોઈ મહાત્મા છે ? ત્યારે ભગવાન વડે કહેવાયું કે હે ઇન્દ્ર ! ભરત ક્ષેત્રમાં શ્રી આર્યરક્ષિતસૂરિજી નિગોદનું સ્વરૂપ આવું જ સમજાવવામાં સમર્થ છે આ વાત ભગવાન પાસેથી સાંભળીને વિસ્મય (આશ્ચર્ય) કૌતુક અને હાર્દિક ભક્તિ અને બહુમાનના સમૂહવડે ભરપૂર ભરેલા હૃદયવાળા ઇન્દ્ર મહારાજા ઘરડા બ્રાહ્મણનું રૂપ કરીને બધા જ સાધુઓ ગોચરી લેવા આદિના કાર્યો માટે બહાર ગયા હતા ત્યારે આર્યરક્ષિતસૂરિજીની પાસે આવ્યા. ત્યારબાદ તે ઇન્દ્રમહારાજા વડે આર્યરક્ષિતસૂરિજીને વંદના કરીને પૂછાયું કે, હે ભગવાન્ ! મને મોટો રોગ વર્તે છે. તેથી હું ઘણો પીડાઉં છુ માટે અનશન કરવા માટે ઇચ્છા રાખું છું. તેથી આપશ્રી કહો કે મારૂં આયુષ્ય કેટલું છે ? ત્યારબાદ યવિકોને વિષે આ નામના શાસ્ત્રોમાં આયુષ્યની શ્રેણીમાં ઉપયોગ મુકીને સૂરિમહારાજ વડે જણાયું કે આ જીવ મનુષ્ય પણ નથી તથા વ્યન્તરાદિ સામાન્ય દેવ પણ નથી. પરંતુ બે સાગરોપમની સ્થિતિવાળો સૌધર્માધિપતિ શક્રેન્દ્ર છે. ત્યારબાદ વૃદ્ધાવસ્થા હોવાથી નીચે રહેલા હાથ વડે પોતાની બન્ને આંખો ઊંચી કરીને બરાબર નિરીક્ષણ કરીને કહ્યું કે તમે શક્રેન્દ્ર છો. આમ ગુરુજીએ કહે છતે અતિશય ખુશ ખુશાલ થયેલા એવા ઇન્દ્ર મહારાજા વડે શ્રીસીમંધરસ્વામી તીર્થંકર પરમાત્મા પાસે જે નિગોદનું સ્વરૂપ સાંભળ્યું હતું તે સઘળી હકીકત જણાવી. ત્યારબાદ ભગવાન પાસે ઇન્દ્ર મહારાજાએ નિગોદનું જે સ્વરૂપ સાંભળ્યું હતું. તે સઘળુંય સ્વરૂપ આ ગુરુજીએ પણ કહ્યું.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy