SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠમ નિહ્નવ રોહગુખ મુનિ ૧૫૭ નોપૃથ્વી પણાનો ઉપચાર કરાય છે વાસ્તવિકપણે તો તેમાં પૃથ્વીની જાતિ અને પૃથ્વીનું લક્ષણ હોવાથી પૃથ્વી જ છે. || ૨૫૦૧ || વિવેચન - જો કે લેણુનો એકદેશ એ પૃથ્વી જ છે તો પણ તે લેણુના એકદેશમાં નોપૃથિવી પણાનો ઉપચાર જ કરાય છે. ક્યા કારણે આ ઉપચાર કરાય છે? તો જણાવે છે કે “લેણુ” એ પૂર્વે કહેલા ન્યાયથી “પૃથ્વી” જ છે. એટલે દેશ હોવા છતાં પણ તેમાં પૃથિવીપણું જ આરોપિત કરાયું છે. તેની અપેક્ષાએ આમ બોલાય છે. આમ કેમ બોલાય છે ? આવો પ્રશ્ન કદાચ થાય તો તેનો ઉત્તર એ છે કે “તદ્માવતઃ” લેણુ નામના દ્રવ્યનો એક ભાગ હોવાથી. વાસ્તવિકપણે જો વિચાર કરીએ તો આ લેણુ એ પૃથ્વીદ્રવ્ય જ છે તેની અપેક્ષાએ તેના એકદેશ ભાગમાં નોપૃથ્વી આવા પ્રકારનો ઉપચાર કરાય છે. પરમાર્થથી વિચારીએ તો આ લેણુના એકદેશરૂપ જે નોપૃથ્વી છે તે પૃથ્વી જ છે કારણ કે પૃથ્વીની સાથે તેની સમાન જતિ અને સમાન લિંગ છે તે માટે, આ પૃથ્વી જ છે આમ કોણ ન માને ? અમારા વડે પણ પૂર્વે કહેવાયું જ છે કે પૃથ્વીનો એકદેશ તે પૃથ્વી જ છે અને આજે આ વાત ફરીથી વારંવાર યાદ કરાવાય છે માટે પૃથ્વીનો જે એકદેશ છે કે જેને નોપૃથ્વી કહેવાય છે. તે પૃથ્વી જ છે. ને ૨૫૦૧ || અવતરણ - નો શબ્દ અને અક્ષર શબ્દ આમ આ બન્નેનો નિષેધવાળો ચોથો પક્ષ લઇને અર્થ સમાવે છે. : पडिसेहदुगं पगई, गमेइ जं तेण नोअपुढवित्ति । भणिए पुढवित्ति गई, देशनिसेहे वि तद्देसो ॥ २५०२ ॥ ગાથાર્થ :- જ્યાં બે નિષેધ હોય ત્યાં મૂલ પ્રકૃતિ અર્થ જણાવે છે. તે કારણથી “ોગપૃથ્વી” આમ કહે છતે પૃથ્વી જ અર્થ જણાય છે તથા નોશબ્દ દેશનિષેધવાચી રાખીએ તો પણ જલાદિ રૂપ દેશનો જ નિષેધ થાય છે. એ ૨૫૦૦ II | વિવેચન : - “ નગી પ્રવૃત્તિની મતિ ” નિષેધવાચક એવા બે નગ્ન જો સાથે હોય તો પ્રસ્તુત એવા મૂલ અર્થને જ જણાવે છે આવું જ્ઞાનીઓનું વચન હોવાથી નોર અને વાર એ સ્વરૂપ બે નિષેધવાચક નકાર આવવાથી મૂલ પ્રકૃતિગત જે અર્થ છે તે જ અર્થની સુચવણી થાય છે તે શબ્દ મૂલ અર્થને જ જણાવે છે જેમકે તે માણસ આવો અનાચારી નથી અહીં બે નકાર હોવાથી સદાચારી છે આવો અર્થ નીકલે જ છે તેમ નોપૃથ્વી નથી એટલે પૃથ્વી છે જ. આવો અર્થ થાય છે.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy