SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠમ નિર્ભવ રોહગુપ્ત મુનિ ૧૫૩ વિવેચન :- કુત્રિકાપણ નામની દુકાનમાં દેવ પાસે પૃથિવીની યાચના કરે છે ત્યારે તે દેવ માટીનો ટુકડો આપે છે. પ્રશ્ન :- અહીં કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે તમારી આ વાત અપ્રસ્તુત છે. અનુચિત છે. કારણ કે અન્ય વસ્તુ માગી હોય ત્યારે અન્ય વસ્તુ આપવી તે કેમ યોગ્ય કહેવાય ? : ઉત્તર ઃ- આવો પ્રશ્ન કરવો નહીં. કારણ કે માટીના ટુકડા રૂપ જે આ (લેષુટુકડો) છે તે પૃથિવી જ છે. પૃથિવીત્વ નામની જે જાતિ તે જેમ પૃથિવીમાં છે તેમ ટુકડામાં પણ પૃથિવીત્વ છે. અને પૃથિવી જેમ સ્ત્રીલિંગ છે તેમ આ લેણુ ટુકડો પણ પૃથિવી હોવાથી સ્ત્રીલિંગ જ છે. આ ટુકડામાં પૃથિવીત્વ જાતિ તથા સ્ત્રીલિંગપણું સમાનપણે વર્તે છે તેથી આ ટુકડાને પણ પૃથિવી જ કહેવાય. આવો વ્યવહાર કરવો. જેમ રત્નની પ્રભા તે પૃથિવી છે તેમ આ ટુકડો પણ પૃથિવી જ છે. ત્યારબાદ તે કૃત્રિમપણના દેવ પાસે “અપૃથિવી રેફ્રિ" અપૃથ્વી આપો આવી માગણી કરી ત્યારે તે દેવ પાણી વિગેરે પદાર્થો આપે છે. આમ બે ચાયના સમજાવી. હવે ત્રીજી-ચોથી યાચના આગલી ગાથામાં સમજાવે છે. ૫૨૪૯૫ ॥ અવતરણ:- જ્યારે તે જ દેવ પાસે “નોવૃથિવી યાતિ:” મને તમે નોપૃથિવી આપો. આવી યાચના કરાઈ. ત્યારે શું આપે છે ? તે કહે છે : देहपडिसेहपक्खे, नोपुढवीं देइ लेट्ठदेसं सो । लेट्ठदव्वावेक्खो, कीरइ देसोवयारो से ॥ २४९६ ॥ इहरा पुढवि च्चिय, सो लेट्ठव्व समाणजाईलक्खणओ । लेट्ठदलं ति व देसो, जइ तो लेट्टु वि भूदेसो ॥ २४९७ ॥ ગાથાર્થ :- નો શબ્દ દેશનિષેધવાચી તરીકે લઇએ તો નોપૃથ્વી કહેતાંની સાથે તે દેવ લેરુનો જ દેશ આપે છે. કારણ કે લેટુ દ્રવ્યની અપેક્ષાએ તેમાં દેશનો ઉપચાર કરાયો છે. જો એમ ન સમજીએ તો ૫રમાર્થથી લેરુની જેમ સમાન જાતિ અને સમાનલિંગ હોવાથી તે લેરુના દેશને પણ પૃથ્વીજ કહેવાય છે. તેથી લેટુ દ્રવ્યની અપેક્ષાએ તેમાં દેશનો ઉપચાર કરાયો છે અન્યથા અથવા તે લેટુ પણ પૃથ્વી જ છે. જેમ લેણુ છે તેવુ જ સમાન જાતિ અને સમાન લક્ષણ હોવાથી તે લેરુ જેમ લેરુ છે તેમ પૃથ્વી પણ છે. લેટુનો એક ભાગ એ જેમ લેરુ કહેવાય છે. તેમ લેરુ પોતે પણ પૃથ્વીનો જ દેશભાગ હોવાથી પૃથ્વી જ કહેવાય છે. ૨૪૯૬-૨૪૯૭ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy