SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠમ નિતવ રોહગુખ મુનિ ૧૪૯ છતે જીવ અને અજીવથી ભિન્ન એવો નોજીવ નામનો કોઈ પણ પદાર્થ આપે તો આ નોજીવ નથી. એમ નહીં પણ અવશ્ય છે જ આમ નિર્વિવાદે વસ્તુ સિદ્ધ થાય. તથા વળી જો આ દેવ એમ જ કહે કે જીવ અને અજીવથી જાદો એવો નો જીવ નામનો કોઈ પણ પદાર્થ મારી પાસે નથી તો વિવાદ વિના જ નક્કી થાય છે કે આ નોજીવ નામનો કોઈ પદાર્થ નથી આપણે આ કુત્રિકા પણ નામની દુકાનથી જ નિર્ણય કરીએ નિરર્થક તમારા રાજ્યના કામકાજમાં વિક્ષેપ કરનારા અને ક્લેશને જ આપનારા એવા તર્ક અને ઉદાહરણો આપી આપીને અનુમાન બતાવવાના ઘણા પ્રયાસ કરવા વડે હવે સર્યું. આ પ્રમાણે ગુરુજીવડે કહેવાય છતે તથા બલશ્રી રાજાવડે અને પ્રતિવાદી એવા રોહગુપ્ત વડે અને સર્વ સભાખંડ વડે કહેવાયું કે હા, આ વાત યુક્તિથી યુક્ત છે માટે આમ જ હો. આમ સર્વે લોકોએ આ વાત સ્વીકારી ત્યારે શ્રીગુમ આચાર્યવડે પડુલૂક એવો રોહગુપ્ત પ્રથમ છ માસના વાદમાં પરાભૂત કરીને ત્યાર બાદ કુત્રિકાપણ નામની દેવાધિષ્ઠિત દુકાનમાં જે હવે કહેવાતી પૃથ્વી પાણી અગ્નિ આદિ ઘણી વસ્તુઓ મંગાઈ. તે તે વસ્તુવિષયક ૧૪૪ પ્રશ્નો માત્ર લેનારા આચાર્યશ્રીએ રાજાએ અને રોહગુપ્ત તથા પ્રજાજનોએ કર્યા તે દુકાનદારોએ જે વસ્તુ હતી તે આપી. ન હતી તે ન આપી. આ વાત આગળી ગાથામાં સ્પષ્ટ કરે છે. અહીં મૂલગાથામાં “વોયાતHM" શબ્દનો અર્થ ૧૪૪ થાય છે. ત્યાં સો એવો અર્થ પૂર્વમાં હોવા છતાં તેના વાચક રીતે શત શબ્દ પાછળ આપ્યો છે અને ચુંમાલીસ અર્થ પાછળ હોવા છતાં વોયાત શબ્દ જે પૂર્વમાં આપ્યો છે તે પ્રાકૃતભાષાની શૈલી હોવાથી શ્લોકરચનાના છંદની રચનાનો ભંગ ન થઈ જાય તે માટે તેને અનુસરવાથી તથા આર્મસ્વરૂપ હોવાથી વ્યત્યયથી નિર્દેશ કર્યો છે. વોયાત શબ્દ પૂર્વમાં અને સત્ય શબ્દ પાછળ કહ્યો છે. |૨૪૮૮-૨૪૮૯ || અવતરણ - કુત્રિકાપણ દુકાનમાં ૧૪૪ પ્રશ્નો પુછીને વસ્તુઓ જે માગી તે ૧૪૪ પ્રશ્નો કેવી રીતે કર્યા તે જણાવે છે : भूजलजलणानिलनह कालदिसाऽऽया मणो य दव्वाइं । भण्णंति नवेयाइं सत्तरस गुणा इमे अण्णे ॥ २४९० ॥ रूव-रस-गंध-फासा संखा, परिमाणमहमह पुहुत्तं च । संजोगविभागपराऽपरत्तबुद्धी सुहं दुहं दुक्खं ॥ २४९१ ॥ इच्छा दोस पयत्ता, एत्तो कम्मं तयं च पंचविहं । उक्खेवण-वखेवण-पसारणाऽकुंचणं गमणं ॥ २४९२ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy