SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ત્રિરાશિકમત નિહ્નવવાદ છે તેમ. હવે જો તમે એવો પ્રશ્ન કરો કે આ છેદાયેલી ગિરોળી એ આનો ભાગ નથી પણ એકદેશભાગ છે માટે જીવ નથી અને નોજીવ છે. તો એ જ પ્રમાણે અજીવનો એક ટુકડો નોઅજીવ પણ કહેવાશે. જેથી ચાર રાશિ થશે. પણ ત્રણ રાશિ નહી થાય. ll૨૪૭૫ા. વિવેચન :- આખી ગિરોલી તો જીવ છે જ. પરંતુ તેનું કપાયેલું પુંછડું અને કપાયેલો શેષભાગ આ બન્ને ભાગો પણ જીવ જ છે. ન્યાયની પરિભાષા પ્રમાણે આ પ્રતિજ્ઞા થઈ. તેને સિદ્ધ કરવા માટે હેતુ કહે છે કે તાવમguોર્દિ = તેનાં એટલે કે જીવનમાં જે જે લક્ષણો છે. તે તે તેમાં છે માટે, હુરણા ચેતના-પીડાનો અનુભવ થવો ઇત્યાદિ જીવના ધર્મો ત્યાં છે માટે, જેમ સકલ એટલે પરિપૂર્ણ અર્થાતુ ન છેદાયેલી ગિરોળીનો જીવ એ જીવ જ છે તેમ આ છેદાયેલી ગિરોળી પણ ફુરણા આદિ જીવનાં લિંગો હોવાથી જીવ જ છે. પણ નોજીવ નથી જો ગિરોળીનું પૂંછડું કે શેષભાગ રૂપ તેનો અવયવ તે દેશભાગ છે. પરંતુ આખી ગિરોળી નથી એમ માનીને “જીવ નથી” આવી કલ્પના કરાય. કારણ કે સંપૂર્ણ જીવ હોય તો જીવ કહેવાય આમ સમજીને જો આ ભાગને સંપૂર્ણ જીવ નથી માટે જીવ નથી અર્થાત્ નોજીવ છે આમ જો કહેવાય. તો અજીવ એવા ઘટ-પટાદિનો જે એક દેશભાગ (કાંઠલો-ઠીકરી વિગેરે) છે તેને પણ અજીવ નથી આમ જ કહેવું પડશે અર્થાત્ નોઅજીવ એમ જ કલ્પના કરવી પડશે કારણ કે સંપૂર્ણ ઘટ હોય તો જ અજીવ કહેવાય. પણ આ સંપૂર્ણ ઘટ નથી. માટે નોઘટ જ માનવો પડશે. પરંતુ આ પ્રમાણે ક્યાંય કહેવાતું નથી આ કારણથી આ ઘટનો ટુકડો તે નોઅજીવ જ કહેવાશે પરંતુ અજીવ છે એમ નહીં કહેવાય. તેમ થયે છતે કુલ ચાર રાશિ માનવાનો પ્રસંગ આવશે. પણ ત્રણરાશિ થશે નહીં. ૨૪૭૫ છે. અવતરણ - ગાથા - ૨૪૯૨માં રોહગુલમુનિએ જે એમ કહ્યું કે “જીવનો નાનો ટુકડો એ નોજીવ છે એમ સમભિરૂઢનય માને છે” તે બાબતમાં ગુરુજી ઉત્તર આપતાં કહે છે કે : नोजीवं ति न जीवदण्णं देसमिह समभिरूढो वि । इच्छइ बेइ समासं, जेण समाणाहिगरणं सो ॥ २४७६ ॥ जीवे य से पएसे जीवपएसे स एव नोजीवो । इच्छइ न य जीवदलं, तुमं व गिहकोलियापुच्छं ॥ २४७७ ॥ न य रासिभेयमिच्छइ, तुमं व नोजीवमिच्छमाणो वि । अन्नो वि नओ नेच्छइ जीवाजीवाहियं किं पि ॥ २४७८ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy