SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઐરાશિકમત નિતવવાદ ગ્રહણ થાય છે, પરંતુ અંતરાલમાં રહેલા જીવપ્રદેશો શરીરવાળા ન હોવાથી ગ્રહણ થતા નથી ૨૪૬પણી અવતરણ - જે કારણથી આમ છે તે કારણથી શું નક્કી થયું તે જણાવે છે. देहरहियं न गिण्हइ, निरतिसओ नातिसुहुमदेहं व । न य से होइ विबाहा, दीवस्स भवन्तरालोव्व ॥२४६६॥ ગાળંથઃ- શરીર વિનાનો (વિગ્રહગતિમાં જતો) જીવ અતિશયવાળું જ્ઞાન જેને નથી એવા છે કાયના જીવ વડે જણાતો નથી, અથવા તૈજસ કાર્યણ એવા સૂક્ષ્મ શરીરવાળો જીવ દેખાતો નથી. જેમ એક ભવથી બીજા ભવમાં જતા જીવને વિગ્રહગતિમાં ઔદારિકાદિ શરીર ન હોવાથી) પીડા થતી નથી (તેમ છેદાયેલા શરીર અને પુંછડા ની વચ્ચેનો જીવ અમૂર્ત હોવાથી દેખાતો નથી અને પીડા પામતો નથી. ૨૪૬૬ll) વિવેચન :- જ્યાં જ્યાં દેહ (શરીર) ન હોય ત્યાં ત્યાં જીવનાં લક્ષણો જણાતાં ન હોવાથી દેહરહિત મુક્ત આત્માને, અથવા દાયેલા પુંછડાવાળા અંતરાલવર્તી જીવને અતિશય જ્ઞાન વિનાનો છદ્મસ્થ જીવ એટલે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન જેવા વિશિષ્ટ અતિશયોથી રહિત એવો છદ્મસ્ય જીવ જાણી શકતો નથી. તે આત્મપ્રદેશોને જોઈ શકતો નથી. તે આત્માના અન્તરાયવર્તી આત્મપ્રદેશોમાં હમણાં જ કહેલા સિદ્ધાન્ત સંબંધી સૂત્રમાં કહેલી યુક્તિ વડે ભાલા-તરવાર અને છરી આદિ શસ્ત્રો વડે છેદવાની અથવા અગ્નિ વડે બાળવાની તથા પાણી વડે ભીંજવવાની ક્રિયા કરાય તો પણ તેને વિશેષ બાધા અથવા કોઈ પણ જાતની પીડા થઈ શકતી નથી. જેમ એક ભવથી બીજા ભવમાં જતા જીવને કાર્મણ શરીર હોવા છતાં પણ તે શરીર ઘણું જ સૂક્ષ્મ હોવાથી ત્યાં પીડા થતી નથી. તેમ અહીં પણ સમજવું . ૨૪૬૬ || અવતરણ - પ્રશ્ન - ગિરોળી આદિ જીવનો છેદાયેલા પુંછડા આદિ અવયવવાળો ભાગ નમઃ કપાઈ ગયો છે. અર્થાત્ સર્વથા અલગ થઈ ગયો છે. તેથી સર્વથા ભિન્ન થયેલ હોવાથી નોજીવ છે આમ કેમ ન કહેવાય? જેમ ઘટ નામના પદાર્થથી જુદો પડેલો કપાવાથી પૃથભૂત થયેલો અને શેરીમાં રખડતો પડેલો ઘડાનો એક ટુકડો ઘટનો એક ભાગ હોવાથી જેમ નોઘટ કહેવાય છે. તેમ આ નોજીવ કહીએ તો શું દોષ આવે? ગુરુજી કહે છે કે આ વાત અયુક્ત જ છે. તે કેમ અયુક્ત છે ? તે હવે કહે છે. दव्वामूत्तत्ताकयभावा दविकारदरिसणाओ य । अविणास कारणाहि य नभसोव्व न खंडसो नासो ॥ २४६७ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy