SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ છે પણ સર્વ નિષેધક નથી. રોહગુપ્ત પોતાના વિચારો બદલવા જ્યારે તૈયાર નથી ત્યારે આચાર્યે પોતે રાજા બલશ્રી પાસે જઇને કહ્યું કે, હે રાજન્ ! મારા શિષ્ય રોહગુપ્તે જૈન સિદ્ધાન્તથી વિપરીત તત્ત્વની સ્થાપના કરીને પરિવ્રાજકને જિત્યો છે. પરિવ્રાજકને જિત્યો તે તો સારું થયું પરંતુ પાછળથી સ્પષ્ટીકરણ કરવું જોઇએ કે ત્રણ રાશિ નથી પણ બે જ રાશિ છે. તે હવે આમ કરવા તૈયાર થતો નથી. અને આ પ્રરૂપણા શાસ્ત્રવિરુદ્ધ થઇ છે. તેથી સત્ય સમજાવવા રાજસભામાં હું જ તેની સાથે વાદ ક૨વા ઇચ્છું છું. ત્યારે રાજાએ રોહગુપ્તને બોલાવ્યો. ગુરુ-શિષ્યના વાદમાં છ મહિના વ્યતીત થયા. પણ રોહગુપ્ત પોતાનો આગ્રહ છોડવા તૈયાર નથી. ત્યારે અંતે આચાર્યે કહ્યું કે, હે રાજન ! જો વાસ્તવમાં રાશિ ત્રણ હોય તો કુત્રિકાપણથી ત્રીજીરાશિ ‘‘નોજીવ’’ મંગાવો જયાં ત્રણેલોકની સર્વ વસ્તુઓ વેચાતી મળે તેવી દેવાધિષ્ઠિત જેદુકોનો હતી તે કુત્રિકાપણ કહેવાતી હતી. રાજાને સાથે લઇને સર્વલોકો કુત્રિકાપણ નામની દુકાને ગયા. અને ત્યાં જઇને જીવની માગણી કરી ત્યારે શુકાદિ આપ્યા. અજીવની માંગણી કરી ત્યારે પથ્થરના ટુકડા આપ્યા. પરંતુ ‘નોજીવ’ની માંગણી કરતા તે કૃત્રિકા પણ દેવે જીવના ખંડરૂપે કંઇ પણ ન આપ્યું. અને કહ્યું કે નોજીવ નામનો કોઇ પદાર્થ જ નથી. આ વાત જાણીને રાજાએ તે રોહગુપ્તને હદપારની આજ્ઞા કરી. આચાર્યે તેને શ્રદ્ધાભ્રષ્ટ જાણીને સંઘ બહાર મૂક્યો. ત્યારે તે રોહગુપ્ત અભિમાનપૂર્વક પોતાના મતની પ્રરૂપણા કરતો કરતો વિચરવા લાગ્યો. ભવિષ્યમાં તે જ રોહગુપ્ત કણાદ ઋષિના નામથી પ્રસિદ્ધ થયો અને છેવટે તેણે વૈશેષિકમતની સ્થાપના કરી. ઘણો કાળ સંસારમાં ભટકશે. ૭. ગોષ્ઠામાહિલ-અબદ્ધિક નિહવઃ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે દશપુરનગરમાં અબદ્ધિક મતનો પ્રારંભ થયો. તેના પ્રવર્તક ગોષ્ઠામાહિલ હતા. જીવની સાથે કર્મ સ્પષ્ટ થાય છે. પરંતુ એક મેક થઈને બદ્ધ થતું નથી. આવી શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરનારા ગોઠામાહિલને તથા તેના અનુયાયી વર્ગને અબદ્ધિક નિહ્નવ કહેવાયા. દશપુર નામના નગરમાં સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. તેની રૂદ્રસોમા નામની પત્ની હતી. રૂદ્રસોમાએ જિનવચનથી પ્રતિબોધ પામીને શ્રાવિકાપણુ અંગીકાર કર્યું. તેને ચૌદ વિદ્યાસ્થાનમાં પારંગત એવો રક્ષિત નામનો પુત્ર હતો. માતાની પ્રેરણાથી તે રક્ષિત જૈનાચાર્ય તોસલીપુત્ર પાસે પ્રવ્રુજિત થયો.ગુરુ પાસે અગીયાર અંગ ભણીને અને બારમા દૃષ્ટિવાદ નામના અંગનો અભ્યાસ કરવા માટે આર્યવૈરસ્વામી પાસે આવીને નવ પૂર્વ
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy