SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ક્રિયાક્રયવાદ નિતવવાદ પ્રશ્ન :- અહીં કદાચ આવો પ્રશ્ન થાય કે તે સામાન્ય અને વિશેષ આ બન્ને સાથે સ્પષ્ટપણે ભલે કદાચ ન દેખાય ? તો પણ તે બન્ને જ્ઞાનો તો એકી સાથે થઈ શકે તો ખરાને ? આવો કદાચ તમે પ્રશ્ન કરો તો : ઉત્તર :- સર્વ પણ જ્ઞાન તેના નિબંધવાળું (કારણવાળું જ) છે. તેથી સામાન્ય અને વિશેષના પ્રતિભાસ વિના તે બને જ્ઞાન કેમ ઉત્પન્ન થાય ? આ બન્ને ધર્મો અલગ અલગ વિષયવાળા હોવાથી તે બન્ને જ્ઞાનો પણ ભિન્ન ભિન્ન થવાં જોઈએ. પ્રશ્ન :- સામાન્યનું અને વિશેષનું એમ બન્નેનું પણ જ્ઞાન તો એકસ્વરૂપ જ છે. તો તે બન્ને જ્ઞાન જ્ઞાનસ્વરૂપે એક જ હોવાથી સાથે સાથે પણ થશે જ. તેમાં શું હરકત છે ? ઉત્તર :- આ પ્રશ્ન અયુક્ત જ છે. કારણ કે સામાન્ય બોધ અને વિશેષબોધ આ બન્ને જ્ઞાનો અનુક્રમે અવગ્રહસ્વરૂપ અને અપાયસ્વરૂપ છે. તે માટે સુદૂર = અત્યન્ત ભિન્ન છે તે બન્ને જ્ઞાનો સમકાલે કેમ થાય ? કારણ કે જે વિશેષગ્રાહક જ્ઞાન છે તે અવશ્ય પૂર્વકાલમાં સામાન્યવિષયનું જ્ઞાન થયું હોય તો જ થાય તેમ છે એટલે કે સામાન્ય ગ્રાહક જ્ઞાનપૂર્વક જ વિશેષગ્રાહક જ્ઞાન થાય છે. આ જ વાત વિશેષાવશ્યકભાષ્યમાં પૂર્વે કહેવાઈ છે કે “અવગ્રહ થયા વિના ઈહા થતી નથી.” અનીહિત = ઇહા થયા વિના અપાય થતો નથી. ઇત્યાદિ વચનોની પ્રમાણતા હોવાથી. આ કારણથી સામાન્ય જ્ઞાન અને વિશેષજ્ઞાન પૂર્વાપરપણે હોય છે. પરંતુ તે બન્નેનો એકી સાથે યોગ કેમ સંભવે ? અર્થાત્ આ બન્ને જ્ઞાનો એકી સાથે થતાં નથી જ. || ૨૪૪૪-૨૪૪૫ || અવતરણ -ફરીથી શિષ્ય પ્રશ્ન કરે છે :होज्ज न विलक्खणाई, समयं सामण्ण-भेयनाणाई । बहुयाण को विरोहो, समयम्मि विसेसनाणाणं ॥ २४४६ ॥ ગાથાર્થ :- સામાન્ય જ્ઞાન અને વિશેષજ્ઞાન આ બન્ને જ્ઞાનો અત્યન્ત વિલક્ષણ હોવાથી એકી સાથે ભલે ન હો. પરંતુ ઘણાં એવાં વિશેષજ્ઞાનો તો પરસ્પર સમાન હોવાથી એક સમયમાં હોય તો તેમાં શું વિરોધ છે ? વિવેચન :- પ્રશ્ન કરનાર વાદી આચાર્ય મહારાજશ્રીને પ્રશ્ન કરે છે કે હે આચાર્ય! જો સામાન્ય અને વિશેષજ્ઞાન આ બન્ને જ્ઞાનો પરસ્પર વિલક્ષણ હોવાથી સાથે ન થતાં હોય તો ભલે તેમ હો. કે સામાન્ય વેદના માત્રને ગ્રહણ કરનારૂં જે સામાન્યજ્ઞાન છે
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy