SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ક્રિયાદ્રયવાદ નિહ્નવવાદ બે ક્રિયા હોય છે” આ સાધ્ય સિદ્ધ થતું નથી. કારણ કે અનુભવસિદ્ઘત્વાન્ આ હેતુ પગ અને મસ્તકની વેદના રૂપ પક્ષમાં વર્તતો નથી. તથા સ્થવિર મુનિઓ આ આર્યગંગને સમજાવવા માટે બીજી દલીલ પણ કહે છે II ૨૪૨૯-૨૪૩૦ / उवओगमओ जीवो, उवउज्जइ जेण जम्मि जं कालं । सो तम्मओवओगो, होइ जहिंदोवओगम्मि ॥ २४३१ ॥ ગાથાર્થ - આ જીવ ઉપયોગમય છે. જેથી કરીને જે કાલે જે વિષયમાં તે જીવ ઉપયોગમય બને છે તે કાળે તે જ વિષયની સાથે તન્મય ઉપયોગવાળો થાય છે. જેમ ઇન્દ્રનો ઉપયોગ હોય ત્યારે તેની સાથે જ એકાકાર બને છે માટે એકી સાથે બે ઉપયોગ હોતા નથી) II ૨૪૩૧ // વિવેચન :- કેવળ એટલે ફક્ત ઉપયોગથી જ બનેલો તે ઉપયોગમય કહેવાય છે. તેથી તે આ જીવ જે કોઈ સ્પર્શનેન્દ્રિયાદિ કોઈ પણ કારણભૂત એવા ઇન્દ્રિયના એકભાગ વડે શીતળતા-ઉષ્ણતા આદિ કોઈ પણ એક વિષય જાણવામાં જે કાળે જોડાય છે. તે કાલે તન્મય ઉપયોગવાળો બને છે. શીતાદિ જે વિષય જાણવામાં આ જીવ ઉપયોગવાળો બને છે. તે વિષયની સાથે તન્મય ઉપયોગવાળો જ અર્થાત્ એકાકાર ઉપયોગવાળો જ હોય છે. પરંતુ અન્યથા - બીજામાં પણ ઉપયોગ હોય આવું બનતું નથી. આ બાબતમાં શાસ્ત્રકારમહર્ષિ સુંદર એક ઉદાહરણ કહે છે કે જેમ ઇંદ્રના ઉપયોગમાં વર્તતો માણવક (મનુષ્ય) ઇન્દમય ઉપયોગવાળો જ થાય છે. પરંતુ બીજા કોઈ પણ વિષયના ઉપયોગવાળો બનતો નથી. ઉપર સમજાવેલી વાતનો સાર એ છે કે એકકાળે એક જ વિષયમાં જીવ ઉપયોગવાળો બને છે પરંતુ બીજા વિષયના ઉપયોગવાળો બનતો નથી. તે માટે એકી સાથે બે ઉપયોગ માનવામાં પૂર્વે કહેલા સાંકર્ય આદિ દોષો લાગવાનો પ્રસંગ આવશે. તેથી એકીસાથે બે ક્રિયાના ઉપયોગનો અનુભવ અસિદ્ધ જ છે (ખોટો જ છે). માટે આ વાત સાચી નથી. || ર૪૩૧ / અવતરણ - કોઈ પણ એક વિષયના ઉપયોગ વાળો જીવ બીજા વિષયના બીજા ઉપયોગમાં પણ જોડાતો હોય? તે સમજાવે છે. सो तदुवओगेमेत्तोवउत्तसत्ति त्ति तस्समं चेव ।। अत्यंतरोवओगं जाउ, कहं केण वंसेण ॥ २४३२ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy