SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ સમુચ્છેદવાદ નિતવવાદ જ્યાં જયાં વિશેષણનો ભેદ થાય. ત્યાં ત્યાં વિશેષ્યનો પણ અવશ્ય ભેદ થાય જ છે. અન્યથા જો વિશેષ્યનો ભેદ ન થાય તો વિશેષણનો ભેદ પણ ઘટે જ નહીં. કદાચ કોઈક વાદી અમને (ક્ષણિકવાદીને) આવો પ્રશ્ન કરે કે પ્રતિક્ષણે વિનાશિપણું માનવાથી તૃપ્તિ આદિનો અયોગ થશે આવું અમારા વડે પહેલાં તમને કહેવાયું જ છે. તો તમારૂ તેવું કથન યુક્ત નથી. કારણ કે “આમ હું કહું છું તેમ ક્ષણિકવાદ માનો તો જ સર્વ કાર્યની સિદ્ધિ થશે. તેના વિના નહીં થાય. આ પ્રમાણે પ્રતિક્ષણે વસ્તુ વિનાશ પામે જ છે. આમ માનો તો જ સર્વ એવા તૃપ્તિ-શ્રમ-ક્લમ આદિ લોકવ્યવહારની સારી રીતે સિદ્ધિ થાય છે. તેના વિના આ વ્યવહારોની સિદ્ધિ થતી નથી. રૂમુક્ત મવતિ = ઉપર કહેલી વાતનો સાર આ પ્રમાણે છે કે તૃપ્તિ આદિ વાસનાઓથી વાસિત થયેલો જીવ પૂર્વ પૂર્વ ક્ષણથી ઉત્તર ક્ષણ ક્ષણમાં ત્યાં સુધી જ ઉત્પન્ન થાય છે કે પર્યન્ત ઉત્કર્ષ ભાવવાળી તૃપ્તિ આદિ થાય (ક્ષણે ક્ષણે તૃપ્તિ બદલાતી જાય છે) આ વાત તો જ ઘટે જો પદાર્થોનું ક્ષણિકપણું માનવામાં આવે તો જ. પરંતુ નિત્યપણું જો માનવામાં આવે તો આ તૃપ્તિ આદિ ભાવો ઘટે જ નહીં. કારણ કે નિત્ય જે વસ્તુ હોય છે તે તો અપમૃત-અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળી હોવાથી સર્વ કાળે એકસરખી સમાન જ તૃપ્તિ આદિ ભાવો રહેશે. અથવા સર્વથા તૃપ્તિ આદિનો અભાવ જ રહેશે. પરંતુ તૃપ્તિ આદિનો વધારો-ઘટાડો નહી ઘટી શકે અને તૃપ્તિ આદિનો વધારો ઘટાડો થાય તો છે જ માટે સર્વે પણ વસ્તુઓ હાનિવૃદ્ધિવાળી હોવાથી ક્ષણિક જ છે. આવા પ્રકારનો ક્ષણિકવાદીનો પૂર્વપક્ષ કહ્યો. l/૨૪૦૬ll અવતરણ - ગોરમાહિક હવે અહીં ઉત્તર આપે છે - पूव्विल्लसव्वनासे वुड्ढी तित्ती य किंनिमित्ता तो ? । अह सा वि ते अणुवत्तइ, सव्वविणासो कहं जुत्तो ? ॥ २४०७ ॥ ગાથાર્થ - પૂર્વના ક્ષણનો સર્વથા નાશ થયે છતે ઉત્તરોત્તર ક્ષણોમાં જે વૃદ્ધિવાળી તૃપ્તિ થાય છે. તે કહો કે કોના નિમિત્તે થાય છે ? હવે જો તૃપ્તિ આદિ પૂર્વેક્ષણની તૃતિ દ્વારા ઉત્પન્ન થાય છે. આમ જો કહેશો તો તે પૂર્ણક્ષણીય તૃપ્તિ અનુવર્તે છે. આમ નક્કી થાય જ છે. તો સર્વનાશ થયો કેમ કહેવાય ? | ૨૪૦૭ || વિશેષાર્થ - જો આ પ્રમાણે હોય અને પૂર્વેક્ષણનો સર્વથા જ વિનાશ થતો હોય તો ઉત્તરોત્તર ક્ષણોમાં તૃપ્તિ આદિની જે વૃદ્ધિ થાય છે. અને વૃદ્ધિ થતાં થતાં પર્યન્ત (ચરમ સમયમાં) ઉત્કર્ષવાળી જે તૃપ્તિ થાય છે. તથા શ્રમાદિ બીજા ભાવોની પણ જે
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy