SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ સમુચ્છેદવાદ નિહ્નવવાદ હવે કદાચ એમ કહો કે તે ત્રણે લોક પ્રસ્તુત એવા પૂર્વેક્ષણની સાથે દેશ-કાલ-ભાવઆદિ રૂપે વ્યવધાન વાળા હોવાથી સંબંધ વિનાના છે. માટે તેની સાથે (ત્રણે લોકની સાથે) સદશતા નથી. પરંતુ ઉત્તરક્ષણ તો પૂર્વેક્ષણની સાથે સંબંધવાળો છે. માટે તે બન્નેની સદશતા ગણવામાં આવે છે આવી કદાચ શિષ્યની (પૂર્વપક્ષકારની) બુદ્ધિ થાય. તો અમે તમને આટલું જ કહીએ છીએ કે જો પૂર્વેક્ષણનો સર્વથા વિનાશ જ થાય છે તો પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ આ બન્ને સાથે મળતા જ નથી. જોડાતા જ નથી. તેનો સર્વથા નાશ જ જો થાય છે. તો સમાનતા કેવી રીતે ઘટે ! સમાનતા કોઈ પણ રીતે ઘટી શકે નહીં. જો તમે પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણની વચ્ચે સંબંધ સ્વીકારો તો બીજો કોઈ સંબંધ ત્યાં ન ઘટતો હોવાથી અન્વયનો (ધ્રુવદ્રવ્યનો) સ્વીકાર કરવો જ પડશે અને તે અન્વય માનવાથી કથંચિત્ કૃવત્વ આવે જ છે. તે ૨૪૦૦ || અવતરણ - મણિ = તથા વળી યુજ ભવનમ્ = અમે તમને પુછીએ છીએ કે રિંગ્સ = શું પુછો છો ? તે હવેની ગાથામાં કહે છે किह वा सव्वं खणियं, विण्णायं जइ मई सुयाउत्ति । तदसंखसमयसुत्तत्थगहणपरिणामओ जुत्तं ॥ २४०१ ॥ न उ पइसमयविणासे जेणिविक्कक्खरं चिय पयस्स । संखाईयसामइयं, संखेज्जाइं पयं ताई ॥ २४०२ ॥ संखेज्जपयं वक्कं, तदत्थग्गहण परिणामओ हुज्जा । सव्वखण भंगनाणं तदजुत्तं समयनट्ठस्स ॥ २४०३ ॥ ગાથાર્થ - સર્વે પણ વસ્તુઓ ક્ષણિક માત્ર છે આ જ્ઞાન તમે કેવી રીતે કર્યું? આવી મતિ જો શ્રુતથી થઈ. આમ જો કહેશો તો તે શ્રુતજ્ઞાનનો ઉપયોગ તો અસંખ્યાત સમયો સાથે મળીને સૂત્રના અર્થને ગ્રહણ કરવાના પરિણામવાળો છે તેથી અસંખ્ય સમયના કાળવાળો જ ઉપયોગ માનવો ઉચિત છે . ૨૪૦૧ || તેથી પ્રતિસમયે વસ્તુ વિનાશી સ્વભાવવાળી છે આ વાત બરાબર લાગતી નથી. જે કારણથી પદમાં આવેલા એક એક અક્ષર પણ અસંખ્યાત સમયો દ્વારા જ બોલાય છે. તથા તેવાં સંખ્યાતા અક્ષરો સાથે મળે ત્યારે પદ થાય છે. અને સંખ્યામાં પદો સાથે મળે ત્યારે એક વાક્ય બને છે. ત્યારબાદ તેના અર્થને ગ્રહણ કરવાનો પરિણામ પ્રગટ થાય છે. અને તેના અર્થને ગ્રહણ કરવાના પરિણામથી જ યથાર્થ અર્થ થાય છે સર્વ વસ્તુઓનો ક્ષણ
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy