SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રમાં પણ ભગવાને કહ્યું છે કે, નારકો વિગેરે સર્વે પણ પદાર્થો દ્રવ્યથી એક છે. માટે પર્યાયથી અનેક પ્રકારે છે. આમ સમજાવવા છતાં પણ તેઓ સમજ્યા નહીં, ત્યારે આચાર્યે તેમને સંઘ બહાર જાહેરા કર્યા. ફક્ત એકલો પર્યાયાધિક નયમાત્ર માનવાથી સુખ-દુઃખ-બંધ-મોક્ષ વિગેરે વ્યવહારો ઘટશે નહીં. દ્રવ્યાર્થિકનય સ્વીકારીએ તો જ સઘળો વ્યવહાર ઘટી શકે માટે તમારી માનેલી એકનયની દૃષ્ટિ બરાબર નથી. એકવાર કાંપિલ્યપુર નામના નગરમાં ખંડરક્ષક નામના શ્રાવકે ‘‘આ ગામમાં નિકૂવો આવ્યા છે” આ વાત જાણીને તે સર્વને પકડાવી માર મરાવાયો અશ્વમિત્રે કહ્યું કે તમે શ્રાવક થઇને અમને પકડાવી માર મરાવ્યો તમે શ્રાવક થઈને સાધુને મરાવો છો તે યોગ્ય કર્યુ ન કહેવાય. ત્યારે ખંડરક્ષકે કહ્યું કે, તમારા મતે જે ખંડરક્ષક શ્રાવક હતો તે તો વિચ્છેદ જ પામી ગયો છે. તથા તમે જે પ્રવ્રજિત થયેલા મુનિઓ હતા તે પણ વિચ્છેદ જ પામી ગયા છો. જે શ્રાવક હતો તે હું નથી. અને જે સાધુ હતા તે તમે નથી. સમયે સમયે વસ્તુ બદલાય છે. આવી તમારી જ માન્યતા છે. એટલે તમે કોઇ ચોર છો, હલકુ કામ કરનારા છો એમ સમજીને અમે તમને મારીએ છીએ. તેમાં કશું ખોટું થતું જ નથી. અશ્વમિત્રે આ વાત સાંભળીને તુરંત જ ભગવાનના સિદ્ધાન્તની સાચી વાત જાણીને મિચ્છામિ દુક્કડ આપીને સંઘમાં સમ્મિલિત થયા. આ પ્રમાણે આ અશ્વમિત્ર આ મતના પ્રવર્તક થયા. આ ચોથાનિદ્વવથયા. ૫. આર્યગંગ નિહવઃ દ્વિક્રિયોપયોગવાદી: પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પ્રભુ નિર્વાણ પામ્યા પછી ૨૮૮ વર્ષે ઉલ્લકાતીરમાં દ્વિક્રિયાવાદ નામના નિહ્નવવાદની ઉત્પત્તિ થઈ. તેના પ્રવર્તક આચાર્ય શ્રી ગંગમુનિ હતા. તીર્થકર ભગવંતોએ એક સમયમાં એક જ ક્રિયા કહી છે તેના બદલે બે ક્રિયા સાથે માનનારા ગંગાચાર્ય તથા તેમના અનુયાયીને દ્વિક્રિયાવાદી નિહ્નવ કહેવાય છે. ભૂતકાળમાં ઉલુકા નામની નદીના કાંઠે એક ગામ હતું. બીજા કાંઠે ઉલ્લકાતીર નામનું નગર હતું. ત્યાં આચાર્ય મહાગિરિના શિષ્ય ધનગુપ્તસૂરિજી હતા. તેમના પણ શિષ્ય આર્યગંગ હતા. એક વખત આ આર્યગંગ મુનિ શરદઋતુના કાળે પોતાના ગુરુજીને વંદન કરવા નિકળ્યા. માર્ગમાં ઉલુકા નદી હતી. નીચે પાણીમાં ઘણી ઠંડક હતી. નદી પાર ઉતરતાં માથા ઉપર સૂર્યની ગરમી અને નીચે પગમાં પાણીની ઠંડકનો અનુભવ થયો.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy