SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન ૬૫ દેવદત્તની પ્રથમસમયની જ્ઞાનક્ષણે દેવદત્તની જ દ્વિતીય સમયની જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરી આવો નિર્ણય કરી શકાતો નથી. કારણ કે દેવદત્તની પ્રથમસમયની જ્ઞાનક્ષણ તો પ્રથમસમયે જ નાશ પામી ગઈ, હવે દ્વિતીય સમયમાં દેવદત્તની દ્વિતીયસમયવર્તી જ્ઞાનક્ષણ લો કે યજ્ઞદતસંબંધી દ્વિતીયસમયવર્તી જ્ઞાનક્ષણ લો. બન્ને સરખાં જ છે. પ્રથમના જ્ઞાનક્ષણ સાથે કોઈને સંબંધ નથી. તો પછી દેવદત્તની પ્રથમ સમયવર્તી જ્ઞાનક્ષણ સંપૂર્ણપણે નાશ થતી હોવાથી દ્વિતીય સમયમાં દેવદત્તની જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે કે યજ્ઞદત્તની જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે. બેઉ સમાન જ છે દ્વિતીય સમયવર્તી દેવદત્તની અને યજ્ઞદત્તની જ્ઞાનક્ષણો પ્રથમસમયવર્તી દેવદત્તની જ્ઞાનક્ષણથી સર્વથા ભિન્ન છે. તેથી કઈ જ્ઞાનક્ષણને કઈ જ્ઞાનક્ષણે ઉત્પન્ન કરી ? તેનું સાંકર્ય થશે. તેથી આવા પ્રકારની એકાન્તભેદની કે એકાન્ત અભેદની કલ્પના કરવી નિરર્થક છે. સારાંશ કે બંધક્ષણ અને મોક્ષક્ષણ સરખા-સમાન નથી. એક ક્ષણ બંધાવારૂપ છે અને બીજો ક્ષણ મોક્ષરૂપ છે. તેથી આ બન્ને સરખા નથી. બન્ને ક્ષણશક્તિ ભિન્ન ભિન્ન હોવાથી પ્રથમની શક્તિનો સર્વથા ઘાત થઈ જાય પછી જ બીજી શક્તિ ઉત્પન્ન થાય. આમ જો હોય તો આ બીજી શક્તિ પ્રથમ શક્તિમાંથી જ થઈ છે આવો નિર્ધાર (નિશ્ચય) ન કરી શકાય. તે માટે આવા પ્રકારની બૌદ્ધદર્શનની શક્તિભેદની કલ્પના પણ સર્વથા જુઠી જાણવી. તથા વળી કાર્ય અને કારણ એકસમયમાં જો સાથે હોય તો તે શક્તિ કાં તો કારણરૂપ હોય અથવા કાં તો કાર્યરૂપ હોય પરંતુ ઉભયરૂપતા કેમ ઘટે ? હવે જો પૂર્વસમયમાં કારણ અને ઉત્તરસમયમાં કાર્ય હોય આમ જો માનવામાં આવે તો પૂર્વસમય પૂર્ણ થતાં જ કારણ ચાલ્યું જ ગયું છે. હવે ઉત્તરસમયમાં આવતું કાર્ય કોનામાંથી થયું ? કેવી રીતે થયું ? ઈત્યાદિ નિયમન કેમ ઘટશે. પૂર્વસમયવર્તી સ્મૃત્પિડ તો બૌદ્ધના
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy