SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ સમ્યક્ત થસ્થાન ચઉપઇ જેમકે કોઈક મનુષ્ય આડા-અવળા માર્ગે, નિર્જન રસ્તે ભયભીત સ્થાનોમાંથી છૂપાતો છૂપાતો પોતાનું ધન લઈને નીકળ્યો અને તેવા સ્થાનોમાં ધારો કે કોઈ લુટારા ન મળ્યા અને ધન લુટાયા વિના જ ઈષ્ટસ્થાને પહોંચી ગયો. આટલા માત્રથી એક-બે વ્યક્તિ પાર ઉતર્યા હોય તેનો દાખલો લઈને તે માર્ગે બધાથી જવાતું નથી. ઘણા લોકો જે માર્ગે ચાલતા હોય તેવા ભરચક માર્ગને છોડીને આડા-અવળા માર્ગે જવાતું નથી. કારણ કે તેવા માર્ગે ચાલવામાં ભય રહેલા છે. તેથી મરૂદેવા માતા ભરત મહારાજા પૃથ્વીચંદ્રરાજા અને ગુણસાગર વગેરે કોઈ કોઈ મહાત્મા જીવો ગૃહસ્થપણામાં જ પરિણામની ધારા અતિશય નિર્મળ બનવાથી સંસારસાગર અવશ્ય તરી ગયા છે. તો ય સર્વ જીવો માટે આ રાજમાર્ગ બનતો નથી. આ કારણથી જે લોકો નિગ્રંથ મુનિની ઉત્તમ ધર્મક્રિયાઓનું આલંબન ત્યજીને ભરત મહારાજા આદિનાં ઉદાહરણો આગળ કરીને કેવળ એકાન્ત ભાવનામાર્ગને જ આગળ કરે છે અને ક્રિયામાર્ગનો નિષેધ કરે છે. આવા જીવો રાજમાર્ગના અપલાપક હોવાથી સંસારસાગર તરી શકતા નથી. બલ્ક ઉસૂત્ર પ્રરૂપક જાણવા. આડા-અવળા માર્ગે ચાલનારો મનુષ્ય પ્રાયઃ લુંટાય જ છે. કોઈક વ્યક્તિ જ ઉગરી જાય છે (બચી જાય છે) માટે તેનો દાખલો લેવાતો નથી. પરંતુ ધોરીમાર્ગની જેમ ભગવંતે બતાવેલા રાજમાર્ગે જ બધાંએ ચાલવું જોઈએ તથા બાહ્ય ધર્મક્રિયાનું નિરંતર આલંબન લઈને જ ભગવંતે બતાવેલા રાજમાર્ગે ધર્મપરાયણ રહેવું જોઈએ. મોહદશાને આધીન થયેલા આ જીવને ભરત મહારાજા આદિના દેષ્ટાન્ત જાણીને ગૃહસ્થપણામાં જ કેવળજ્ઞાન મેળવીને હું મોક્ષે જઈશ આવી પ્રબળ ઈચ્છા થઈ જાય છે. પરંતુ આવી વિચારસરણી રાખનારા
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy