SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ “મુક્તિ છે” આ પાંચમા પદની ચર્ચા ૧૯૭ (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મોનો કર્તા છે અને (૪) આત્મા કર્મોનો ભોક્તા છે. આમ સમ્યક્ત્વનાં છ સ્થાનોમાંથી ચાર સ્થાનો વર્ણવ્યા. હવે પછી પાંચમું સ્થાન “મોક્ષ છે” આ સમજાવવું છે. ત્યાં પ્રથમ “મોક્ષ નથી” એમ માનનારા પૂર્વપક્ષવાળાની યુક્તિઓ જણાવે છે - એક કહિ નવિ છે નિરવાણ, ઈન્દ્રિય વિણ ચાં સુખમંડાણ । દુઃખ અભાવ મુરછા અનુસરે, તિહાં પ્રવૃત્તિ પંડિત કુણ કરે ? ll૮૧ll ગાથાર્થ :- કોઈક વાદી કહે છે કે નિર્વાણ (મોક્ષ) છે જ નહીં, મુક્તિમાં ઈન્દ્રિયો (અને શરીર) ન હોવાથી તેના વિના સુખની શોભા શું હોય ? અર્થાત્ ન હોય, કોઈ કહે કે મુક્તિમાં દુઃખોનો અભાવ છે ને ? તો તેનો તે વાદી જવાબ વાળે છે કે મુર્જિત માણસને પણ દુઃખનો અભાવ તો હોય જ છે, પરંતુ કર્યો પંડિત પુરુષ દુઃખના અભાવસ્વરૂપ એવી મુક્તિ માટે પ્રયત્ન કરે ? ૮૧૫ ટબો :- જ વાવી તે રૂ निर्वाण कहेतां मोक्ष ते नथी इन्द्रियविलास विना मुक्तिसुख छइ, तेहनां मण्डाण छइ ते कुण सद्दहइ ? तो अशेषविशेषगुणोच्छेदरूप वैशेषिकाभिमत मुक्ति मानो, दुःखाभावेच्छाई ज मुमुक्षुप्रवृत्ति हुस्यई । ते उपरि कहइ छइ, दुःखाभाव ते पुरुषार्थ नथी, जे माटइं मूर्छावस्थाए पणि अवेद्य दुःखाभाव छइ । तिहांकुण प्रवृत्ति पण्डित करइ ? उक्तं च -
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy