SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૭૯ અવતરણ - બુદ્ધિ નામનું સ્વતંત્ર તત્ત્વ જે સાંખ્યો માને છે તે નિત્ય માનીએ તો પણ ઘટતું નથી અને અનિત્ય માનીએ તો પણ ઘટતું નથી. આમ બને વિકલ્પોમાં દૂષણ ગ્રંથકારશ્રી દેખાડે છે - બુદ્ધિ નિત્ય તો પુરુષ જ તેહ, જ્ઞાન પ્રવૃત્તિ ઈચ્છા સમગેહા જો અનિત્ય તો કિહાં વાસના ? પ્રકૃતિ તો સી બુદ્ધિસાધના ? JIOબ્રા ગાથાર્થ :- જો બુદ્ધિ નિત્ય છે તો તે પુરુષ જ છે એટલે કે આત્મા જ છે કારણ કે જ્ઞાન પ્રવૃત્તિ અને ઈચ્છા આ બધા ગુણો એકાશ્રય = એક જ અધિકરણમાં રહેનારા છે. હવે જો બુદ્ધિને અનિત્ય કહેશો તો વાસના ક્યાં રહેશે ? કદાચ સાંખ્યો એમ કહે કે વાસના પ્રકૃતિમાં જ લીન થઈને રહે તો બુદ્ધિની સાધનાનું શું કામ છે ? ૭૬ll ટહ્નો - ગો જ્ઞાનવિથ દ્ધિ નિત્ય માનવું, તો તેદન पुरुष छई जे माटई ज्ञान इच्छा प्रवृत्ति समगेह कहितां समानाश्रय छई, ज्ञानप्रवृत्तिनइं व्यधिकरणपणुं कल्पवं अनुचित छइं, तथा बुद्धि नित्य पुरुषोपाधिरूप न टलइ तो मुक्ति पणि किम घटइ ? जो अनित्य मानो तो बुद्धिविनाशइं वासना किहां रहइ ! जो न रहइ तो पुनः प्रपंचोत्पत्ति किम हुई ? जो इम कहस्यो बुद्धिविनाशइं प्रकृति लीन वासना रहइ तो बुद्धिसाधनानुं स्युं काम ? प्रकृत्याश्रित ज्ञानादि गुणाविर्भाव ज कार्य हुस्यइं ॥७६॥ વિવેચન :- સાંખ્યો બુદ્ધિતત્ત્વને જ્ઞાનાદિ ધર્મનો આધાર માને છે. આધાર- આધેયપણે બુદ્ધિ અને જ્ઞાનાદિ તત્ત્વો એકાત્તે ભિન્ન ભિન્ન જ છે આમ સાંખ્યો માને છે. તેને દોષિત ઠરાવવા માટે ગ્રંથકારશ્રી, તેઓને પૂછે છે કે તમોએ માનેલી તે બુદ્ધિ નિત્ય છે? કે અનિત્ય છે આમ બે વિકલ્પો તમારી માન્યતાને દૂષિત કરે છે -
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy