SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૫૫ “જો માયાને તમે સત્પદાર્થ માનશો તો માયા અને બ્રહ્મ” એમ બે તત્ત્વની સિદ્ધિ થશે તેથી અદ્વૈતવાદ ઉડી જશે અને હવે જો માયાને અસત્-મિથ્યા માનશો તો આ આખું જગત્ એ પ્રપંચરૂપ (મિથ્યા) છે એમ કેમ કહેવાશે ? અર્થાત્ જગત સત્ય જ ઠરશે. તેથી માયા પણ હોય અને અર્થને સિદ્ધ કરનાર પદાર્થ પણ હોય તો માતા પણ હોય અને વન્ધ્યા પણ હોય આવો ઘાટ આ અદ્વૈતવાદીઓને થશે ? અદ્વૈતવાદમાં આવા ઘણા દોષો આવશે એમ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજીએ અન્યયોગવ્યવચ્છેદિકા નામના ગ્રંથમાં આ સમજાવેલું છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. ૫૬૪ના જગિ મિથ્યા તો એ સી વાચ, આશામોદક મોદક સાચ 1 જો અજ્ઞાન કહઈ બહુરૂપ, સાચભાવનો સ્યો અંધકૂપ ॥૫॥ ગાથાર્થ :- જો આ જગત મિથ્ય છે આમ કહો છો તો આશામોદક અને સાચાભોદકની શી વાત છે ? જો જાગૃત અજ્ઞાન અને સ્વપ્નઅજ્ઞાન આ બન્નેને ભિન્નસ્વરૂપવાળું બહુસ્વરૂપે કહો છો તો સાચા ભાવવાળા ઘટ-પટાદિને સત્યસ્વરૂપે માનતાં તમને શું અંધકૂપ થાય છે તમને આમ સાચું માનવામાં શું ગૂઢ અંતરાય નડે છે ? ૬૫૫ ટબો :- નો સવિતાસાજ્ઞાનાર્ય નળ મિથ્યા હો છો, तो ए सी वाच जे एक आशाना मोदक अनइ एक साचा मोदक २ अज्ञानजन्य छइ । जो अज्ञान जाग्रत् स्वप्न प्रपंचारंभक भिन्न भिन्न मानो तो साचभाव घटपटादिक दृष्टवैचित्र्यवंत मानतां स्यो अंधकूप छइ तुम्हनइ ? अत्र श्लोकः – आशामोदकतृप्ता ये, ये चास्वादितमोदकाः । रसवीर्यविपाकादि, तुल्यं तेषां प्रसज्यते ॥ ६५॥
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy