SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન ૧૦૩ જે અનાદિ અજ્ઞાનસંયોગ, તેહનો કહિઇં ન હોઇ વિયોગા ભાવ અનાદિ અનંત જ દિઢ, ચેતન પરિ વિપરીત અનિઃ ||૩૯લા ગાથાર્થ :- જો અજ્ઞાનનો સંયોગ અનાદિ છે એમ કહીએ તો ક્યારેય પણ તેનો વિયોગ ન થાય. જે ભાવો અનાદિ હોય છે. તે અનંત જ હોય છે. જેમકે જીવમાં ચૈતન્યભાવ અનાદિ છે તો અનંત જ હોય. તેનાથી વિપરીત માનવું તે અનિષ્ટ=ખોટું છે. ૩૯ા ટબો :- ને માટિ અજ્ઞાન વહેતાં જ્ઞાનાવાળીયમ્, तेहनो अनादिसंयोग जीवनई मानो तो कहिइं तेहनो वियोग न थाइ | भाव अनादि होइ, ते अनंत होइ, जेम चेतनभाव । विपरीत अनिष्ट छइंअनादिसांतभाव प्रमाणसिद्ध ज नथी, ते माटइं कर्मसंयोग जीवनई अनादि नथी, सदा कर्ममुक्त ज ब्रह्म छइ. नित्यमुक्तनई अविद्याई जड बद्ध जाणइ छइ ॥३९॥ વિવેચન :- આ જીવને અજ્ઞાનનો સંયોગ એટલે કે જ્ઞાનાવરણીય કર્મના ઉદયનો સંયોગ (એટલે અજ્ઞાનતા) જો અનાદિ માનીએ તો તો તે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અનંત પણ માનવો જ જોઈએ. કારણ કે જે અનાદિ હોય તે અવશ્ય અનંત જ હોય. તેથી તેહનો અંત ક્યારેય ન થાય. તેથી આત્મા કર્મોથી ક્યારે દૂર ન થાય. જો કર્મનો સંયોગ અનાદિ હોય તો અનંત જ માનવો પડે. એટલે મોક્ષ ક્યારેય થાય જ નહીં. કારણ કે જેમ જીવમાં ચેતનભાવ અનાદિ છે તેથી તે ચેતનભાવ અનંત પણ છે જ. ચેતન ક્યારેય પણ અચેતન બનતો નથી. તેમ કર્મનો સંયોગ જો અનાદિ હોય તો અનંત માનવો જ પડે. તેથી આ જીવનો ક્યારેય પણ કર્મથી છુટકારો થાય નહિ. માટે આનાથી વિપરીત માનવું તે અનિષ્ટ જ છે. જે
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy