________________
૧૨૫ કડી + ૩ પદ્યોની બનેલી આ રચનાનું પ્રકાશન વિ.સં. ૧૯૯૨ માં ગૂર્જર સાહિત્યસંગ્રહ વિભાગ-૧ માં થયેલું.
આ ગ્રંથમાં મુખ્યતયા પરમતની સમીક્ષા કરવામાં આવી છે. એમાં મુખ્યત્વે નાસ્તિકમત, બૌદ્ધમત, અકર્તૃત્વમત, અનિર્વાણવાદ, નિયતિવાદ વગેરે વિષયોની સમીક્ષા કરાઈ છે. ગ્રન્થકારે પોતે જ સ્વોપજ્ઞ બાલાવબોધ રચ્યો છે. એ બંને ઉપર ૫. ધીરુભાઈનું સરસ વિવેચન છે. પંડિતજીએ અત્યાર સુધીમાં ઘણા વિવેચનો આપ્યા છે. હજુ પણ આપે એવી આશા રાખીએ. જૈફ વયે પણ અપ્રમત્તપણે અધ્યાપન લેખન કરતાં પંડિતજીને લાખ લાખ ધન્યવાદ !
શ્રી સરસ્વતી સ્તુતિ માત હે ભગવતિ આવ મુજ મનમહીં, જ્યોતિ જિમ ઝગમગે તમસ જાયે ટળી, કુમતિ મતિ વારિણી કવિ મનોહારિણી, જય સદા શારદા, સારમતિદાયિની. ૧ શ્વેતપદ્માસના શ્વેતવસ્ત્રાવૃતા, કુન્દ શશી હિમ સમા ગૌરદેહા, સ્ફટિકમાળા વિણા કર વિષે સોહતા, કમળ પુસ્તકધરા સર્વજના મોહતા. ૨ અબુધ પણ કૈંક તુજ મહેરને પામીને, પામતા પાર શ્રુત સિધુનો તે, અમ પર-આજ તિમ દેવી કરુણા કરો, જિમ લહીયે મતિ વૈભવ સારો. ૩ હંસ તુજ સંગના રંગથી ભારતિ, જિમ થયો ક્ષીર નીરનો વિવેકી તિમ લહી સાર નિસારના ભેદને, આત્મહિત સાધું કર મુજ પર મહેરને. ૪ દેવિ તુજ ચરણમાં શિર નમાવી કરી, એટલું યાચીએ વિનય ભાવે કરી, યાદ કરીએ તને ભક્તિથી જે સમે, જીભ પર વાસ કરજે સદા તે સમે. ૫