SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ૯૧ ક્ષણિકવાદ પ્રમાણે આપનાર અને લેનાર આત્માઓમાં કેટલાય આત્મા તો બદલાઈ જ ગયા. જ્યારે પૈસા પાછા આપવાની મુદત પાકે ત્યારે અસલી લેનાર દેનાર આત્મા તો છે જ નહીં. ક્ષણિકવાદી બૌદ્ધના મત પ્રમાણે તો કેટલાય આત્માઓ બદલાઈ ગયા. તો હવે નવા જ આવેલા આત્માઓને લેવડ-દેવડ કરવી પડશે. આમ ન લેનાર અને ન દેનારને લેવા-દેવાનું માથે આવી પડે છે માટે આ માન્યતા બરાબર નથી. કોઈ સ્ત્રી-પુરુષે લગ્ન કર્યા. ત્યારબાદ ક્ષણે ક્ષણે બૌદ્ધ મત પ્રમાણે તે સ્ત્રી-પુરુષ બદલાતાં જ રહે છે. ક્ષણિક હોવાથી નવાં નવાં જ સ્ત્રીપુરુષ આવે છે જેનો જેની સાથે લગ્નવિધિ થયો. તે તો રહેતાં જ નથી. અન્ય જ સ્ત્રી-પુરુષ આવે છે ત્યાં સદાચાર કેમ રહેશે? બધા જ દુરાચારી અને વ્યભિચારી થઈ જશે. આવી આવી ઘણી આપત્તિઓ ક્ષણિકવાદમાં આવે છે માટે કેવળ અનિત્યવાદ બરાબર નથી. ૩૩ ©BE © બૌદ્ધદર્શનના ક્ષણિકવાદનું ખંડન કર્યું. “આત્મા કથંચિ નિત્ય છે” આ બીજું સ્થાન સમાપ્ત થયું.
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy