SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનબંધક એ ભવાભિનન્દીથી વિધી લક્ષણવાળે છે. તેનામાં હજી અજ્ઞાન-દર્શનમોહને અમુક અંશ હોવા છતાં તે અન્ય, દાક્ષિણ્ય, ભવધૈરાગ્ય જેવા સદ્દગુણોને વિકાસ સાધવામાં સદા તત્પર હેવાથી ક્રમશઃ યોગવૃદ્ધિ સાધીને ગ્રંથિભેદ કરે છે ( . ૧૭, ૧૭૮, ૨૦૨). બીજા આધકારી સમ્યગ્દષ્ટિ યા ભિન્નગ્રંથિને ધર્મશાસ્ત્ર શ્રવણ કરવાની ઉત્કટ ઇચ્છા અને ચારિત્રધર્મ પ્રત્યે અનુરાગ હોય છે (લો. ૨૫૩). અનેક સાંસારિક બાબતોથી આકુળ હોવા છતાં સમ્યગ્દષ્ટિનું ચિત્ત દર્શનમોહના ઉપશમ કે ક્ષયને લીધે મુખ્યપણે મેક્ષાભિમુખ જ હોય છે, કેવળ તેનું શરીર જ સંસારમાં હોય છે. આથી જ તેના ગને ભાવગ કહ્યો છે તો. ૨૦૩, ર૦૫) અને તેના અનુષ્ઠાનને અન્તવિવેકથી ઉત્પન્ન થયેલું કહ્યું છે (લે. ૨૪૮-૪૯). આવા ભાવવિશેષને લીધે એની પૂર્વસેવા સહજ રીતે જ પ્રકૃષ્ટ બની રહે છે (૨૦૯). સમ્યગ્દષ્ટિ જીવ સંકલેશને હૃાસ કરતો કરતો ક્રમથી ચારિત્રી અવસ્થાને પ્રાપ્ત કરે છે (લે. ૩પ૧–પર). આ ચારિત્રી માર્ગનુસારી અર્થાત્ ન્યાયમાર્ગનું અતિક્રમણ નહિ કરનાર, શ્રદ્ધાળુ, પુરૂષાર્થી પણ શુભ પરિણામ વડે શકય એટલે જ પ્રયત્ન કરનાર હોય છે (૩૫૩). ચારિત્રીના વર્ણનમાં આ. હરિભદ્ર અર્થાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એ પાંચ યોગભૂમિકાઓનું નિરૂપણ કરે છે, કેમકે આ અધ્યાત્મ આદિ વેગ પરમાર્થદષ્ટિએ દેશવિરતિથી શરૂ થતો મનાય છે. અપુનબંધક ને સમ્યગ્દષ્ટિમાં ચારિત્રમોહના પ્રાબલ્યને કારણે તે યોગ બીજરૂપે હોય છે. હવે પાંચ યોગભેદનું સ્વરૂપ ટૂંકમાં જોઈ લઈએ: ૧. ઉચત પ્રવૃત્તિરૂપ અણુવ્રત-મહાવ્રતથી યુક્ત થઈ મિત્રી આદિ ભાવનાપૂર્વક શાસ્ત્રાનુસાર તત્વચિંતન કરવું એ અધ્યાત્મ. એનાથી પાપક્ષય, વિર્યોત્કર્ષ અને ચિત્તસમાધિ આદિ પ્રાપ્ત કરી શકાય છે. ૨. આ અધ્યાત્મને પુનઃપુનઃ અભ્યાસ કર એ ભાવના. એનાથી કામ, ક્રોધ આદિ
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy