SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિરોધી દૈતવાદીઓના વાદોની પેઠે જૈનસંમત અનેકાંતવાદની પણ પર્યાલોચના કરી છે. તેમણે એ પર્યાલોચનામાં કેવળ શાબ્દિક વિરોધની ભૂમિકાને આશ્રય લઈ વિજિગીષ કથા કરી છે, જ્યારે આ. હરિભદ્ર ઔપનિષદ અહમતની સમાલોચના કરતી વખતે જન મૈતવાદનું સ્થાપન કરવા છતાં અદ્વૈતનું રહસ્ય શું હોઈ શકે એ પિતાની દૃષ્ટિએ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ જણાવે છે કે “સર્વત્ર સમભાવ કેળવવાના ઉદ્દેશથી અદ્વૈતને ઉપદેશ છે.” એમ લાગે છે કે જેમ જેમ શ્રી હરિભદ્ર નવનવા દાર્શનિક ગ્રંથ લખવા પ્રેરાતા ગયા તેમ તેમ તેમનામાં મધ્યસ્થ વલણને અને તેને પરિણામે એક પ્રકારની વિશિષ્ટ પ્રજ્ઞાને પણ ઉદય થયો. તેથી જ કદાચ તે સમયે દાર્શનિક विज्ञानमात्रमप्येवं, बाह्यसङ्गनिवृत्तये । विनेयान् कांश्चिदानित्य, यद्वा तद्देशनाऽर्हतः ॥ न चैतदपि न न्याय्य, यतो बुद्धो महामुनिः। सुवैद्यवद्विना कार्य द्रव्यासत्यं न भाषते ॥ एवं च शून्यवादोऽपि, तद्विनेयानुगुण्यतः । अभिप्रायत इत्युक्तो, लक्ष्यते तत्त्ववेदिना ॥ –શાસ્ત્રવાર્તાસમુચ્ચય, શ્લોક ૪૬૪-૬૬ અને ૪૭૬. ૧. શાંકરભાષ્ય ૨, ૨, ૩૩-૩૬. २. अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये । અતાના શાસ્ત્ર, નિâિછા તુ તરવતઃ | –શાસ્ત્રવાતસમુ, . ૫૫૦. 3. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ –લેક્તત્વનિર્ણય, લો. ૩૮. आत्मीयः परकीयो वा क: सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टाबाधितो यस्तु युक्तस्तस्य परिग्रहः ॥ –ોગબિંદુ, લો. પ૨૫.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy