SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ એ ગ્રંથમાં વપરાયેલા “શક્તિ' જેવા શબ્દોથી લાગે છે. ન્યાયસૂત્રના પ્રણેતા અક્ષપાદે તત્વનિર્ણયને સાચવવા અને સ્થિર રાખવા માટે જ૯૫કથા અને વિતંડાકથાની આવશ્યકતાનું સમર્થન કરતાં કહ્યું છે કે જેમ ઊગતા છોડને સાચવવા માટે કાંટાની વાડ પણ જરૂરી છે, તેમ અધ્યાત્મક્ષેત્રે પણ તત્ત્વનિર્ણયની સ્થિરતા માટે વિજયકથા અને માત્ર ખંડનપરાયણ ચર્ચા-વિતંડા સુધ્ધાં આવશ્યક છે. અક્ષ પાદે આ વિધાન કર્યું એ કંઈ આકસ્મિક નથી. એની પૂર્વે કેટલીય શતાબ્દીઓ થયાં ભિન્ન ભિન્ન દાશનિકોમાં જલ્પકથા અને વિતંડાકથા ચાલતી. નાગાર્જુન જેવા શૂન્યવાદી વિદ્વાનોએ કરેલ પરીક્ષાઓ અને વિગ્રહ અર્થાત્ ખંડનનું વલણ જોતાં એમ લાગે છે કે દાર્શનિક માનસ ધીરે ધીરે વિતંડા તરફ પણ વધ્યે જતું હતું. વળી અક્ષપાદ પછીના ઉદ્યોતકર આદિ જેવાના નિબંધો સ્પષ્ટ સૂચવે છે કે પ્રકાંડ પંડિતે પણ વિજયકથામાં વધારે રસ લેતા. દાર્શનિક ગોષ્ઠીઓમાં તત્ત્વજિજ્ઞાસાપ્રધાન વાદકથાનું સ્થાન ન હતું એમ નહિ, પરંતુ એ સ્થાન જલ્પ અને વિતંડા કથા કરતાં કંઈક ગૌણ થઈ જતું અને વિરલ પણ થઈ જતું. આવી દાર્શનિક પંડિતની અધ્યયન-અધ્યાપન તેમજ ચિંતન, મનન અને લેખનની પ્રણાલીમાં ઊછરનાર અને અધ્યયન કરનાર ગમે તેવા વિદ્વાન હોય તોય એકાએક તે જ૫ અને વિતંડાથી १. 'तत्त्वाध्यवसायसंरक्षाणार्थं जल्पवितण्डे, बीजप्ररोहसंरक्षणार्थं कण्टकશાણાવાળવત્ ' ન્યાયસૂત્ર ૪, ૨, ૫૦. ૨. ઓ પં. સુખલાલજીનો લેખ “તો પપ્લવસિંહ, ભારતીય વિદ્યા, ભા. ર. અં. ૧ માં, તથા નાગાર્જુનકૃત “માધ્યમિકકારિકા અને વિગ્રહવ્યાવર્તિની.' ૩. ન્યાયવાર્તિક, ન્યાયમંજરી આદિ. ૪. વાદ, જલ્પ અને વિતંડાના અર્થ અને ઇતિહાસ માટે જુઓ ૫. સુખલાલજી સંપાદિત પ્રમાણમીમાંસા-ભાષાટિપ્પણું પૃ. ૧૧૦ થી.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy