SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ १५ દર્શનનું પ્રામાણિક નિરૂપણુ જ હોય એવો પડ્રદર્શન પર ગ્રંથ લખનાર પણ સૌથી પહેલા તેઓ જ છે. એ જ રીતે તત્ત્વચિંતન, આચાર ને યોગના વિષયમાં તુલના તેમજ સમન્વય દ્વારા નિરૂપણ કરવાનું પ્રસ્થાન ભારતીય વાદ્રુમયમાં તેમણે જ પ્રારહ્યું છે. વિશિષ્ટ ફાળે આ. હરિભદ્રના આંતરિક જીવન યા વ્યક્તિત્વને સ્પષ્ટ પરિચય કરવાનું એકમાત્ર સાધન તે એમના ઉપલબ્ધ બધા જ ગ્રંથોનું વિષયવાર વિગતથી તટસ્થભાવે અવલોકન કરવું એ છે, પરંતુ અત્રે એવા સમગ્ર અવલોકનને અવકાશ નથી; છતાં તેમના વ્યક્તિત્વને અધૂરો પણ સાચો અને સ્પષ્ટ પરિચય કરાવવો. આવશ્યક છે. એ દૃષ્ટિએ અમે તેમના કેટલાક ગ્રંથો પસંદ કરી તેમણે કથાકાર, તત્ત્વચિંતક, આચારસંશોધક અને યોગાભ્યાસી તરીકે તે તે વિષયમાં કે વિશિષ્ટ ફાળો આપ્યો છે એ યથાસંભવ વિચારીશું. શ્રી હરિભદ્રને નામે એક કથાકેશ નામનો ગ્રંથ ઉલેખા ગયેલ છે પણ તે ઉપલબ્ધ નથી, પરંતુ તેમની સમરાઈકહા (સમરાદિત્યકથા) ઉપલબ્ધ છે. આ કૃતિ પ્રાકૃતમાં છે. એની સુકુમારશિલી, ભાષાસૌષ્ઠવ તેમજ મુખ્ય વક્તવ્યને સ્પષ્ટ કરવા માટે સિદ્ધ કરાયેલી વસ્તુસંકલન એ બધું તેમના વિશિષ્ટ કવિત્વનું સૂચક છે. ૧. શ્રી હરિભક પહેલાં કોઈએ આવું નિરૂપણ કર્યાનું પ્રમાણ આજ સુધી જ્ઞાત નથી. ૨. યાકોબીએ સમરાઈકહાનું સંપાદન કરેલું છે. તેમણે પોતાની અંગ્રેજી પ્રસ્તાવનામાં તે કથાનું હાર્દ ને મહત્ત્વ દર્શાવેલ છે. શ્રી જિનવિજયજીએ “કુવલયમાલા” નામના લેખમાં પ્રસંગવશ સમરાઇઍકહાની યોગ્ય મુલવણું ટૂંકમાં કરી છે. (જુએ, વસંત સ્મારક ગ્રંથ, પા. ૨૬૨-૨૬૪) કથાકાર
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy